પયગંબર પર ટિપ્પણી: ભારતે ઈસ્લામિક દેશોના સંગઠન 'OIC' ને આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું?

પયગંબર મોહમ્મદ પર કરાયેલી વિવાદિત ટિપ્પણીનો મામલો OIC સુધી પણ પહોંચ્યો. 57 ઈસ્લામિક સભ્યોના સંગઠને આ મુદ્દે ભારતને ઘેરતું નિવેદન આપ્યું. જો કે ભારતે પણ પછી તો વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા ઈસ્લામિક સહયોગ સંગઠનની ટિપ્પણીની આકરી ટીકા કરી અને તેને 'અયોગ્ય અને સંકીર્ણ સોચ' ગણાવી.

પયગંબર પર ટિપ્પણી: ભારતે ઈસ્લામિક દેશોના સંગઠન 'OIC' ને આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: પયગંબર મોહમ્મદ પર કરાયેલી વિવાદિત ટિપ્પણીનો મામલો OIC સુધી પણ પહોંચ્યો. 57 ઈસ્લામિક સભ્યોના સંગઠને આ મુદ્દે ભારતને ઘેરતું નિવેદન આપ્યું. જો કે ભારતે પણ પછી તો વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા ઈસ્લામિક સહયોગ સંગઠનની ટિપ્પણીની આકરી ટીકા કરી અને તેને 'અયોગ્ય અને સંકીર્ણ સોચ' ગણાવી. દેશના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરવા બદલ ભારતે OICને બરાબર જવાબ આપ્યો. કહ્યું કે ભારત તેને સંપૂર્ણ રીતે ફગાવે છે. ભારતે ઓઆઈસીની આ ટિપ્પણીને પ્રેરિત, ભ્રામક અને શરારતપૂર્ણ ગણાવી. 

શું કહ્યું વિદેશ મંત્રાલયે?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ એક નિવેદનમાં કહ્યું કે "અમે ઈસ્લામિક સહયોગ સંગઠન (IOC) ના મહાસચિવ તરફથી ભારત વિશે કરાયેલા નિવેદનને જોયું છે. ભારત સરકાર ઓઆઈસી સચિવાલયની અયોગ્ય અને સંકીર્ણ સોચવાળી ટિપ્પણીઓને સ્પષ્ટ રીતે ફગાવે છે." નિવેદન મુજબ "ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે. એક ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરનારી આપત્તિજનક ટ્વીટ અને ટિપ્પણીઓ કેટલીક વ્યક્તિઓ દ્વારા કરાઈ હતી. તેઓ કોઈ પણ પ્રકારે, ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. સંબધિત સંસ્થાઓ તરફથી આ વ્યક્તિઓ વિરુદ્ધ અગાઉ કડક કાર્યવાહી થઈ ચૂકી છે."

— Sidhant Sibal (@sidhant) June 6, 2022

એમ પણ કહેવાયું છે કે આ ખેદજનક છે કે ઓઆઈસી સચિવાલયે ફરીથી પ્રેરિત, ભ્રામક અને શરારતપૂર્ણ ટિપ્પણી કરી છે. આ ફક્ત નિહિત સ્વાર્થના ઈશારે અપનાવવામાં આવી રહેલા વિભાજનકારી એજન્ડાને ઉજાગર કરે છે. અમે ઓઆઈસી સચિવાલયને તેમના સાંપ્રદાયિક દ્રષ્ટિકોણને આગળ વધારતા રોકવા અને તમામ ધર્મો પ્રત્યે યોગ્ય સન્માન દેખાડવાનો આગ્રહ કરીએ છીએ. 

શું કહ્યું હતું OIC એ? 
અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલે ઓઆઈસીએ ટ્વિટર પર એક પછી એક ટ્વીટ કરીને આકરી પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વીટમાં લખવામાં આવ્યું કે ઓઆઈસીના મહાસચિવે પયગંબર મોહમ્મદ પ્રત્યે ભારતના સત્તાધારી પક્ષના એક વ્યક્તિ  દ્વારા અપાયેલા વિવાદિત નિવેદનની આકરી ટીકા કરી છે. ઓઆઈસી તરફથી કહેવાયું કે ભારતમાં મુસ્લિમો પ્રત્યે હિંસામાં વધારો થયો છે. સંગઠને અનેક રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ બેન અને મુસ્લિમોની સંપત્તિઓને નુકસાન પહોંચાડવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે  મુસ્લિમો પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. 

— منظمة التعاون الإسلامي (@oicarabic) June 5, 2022

અન્ય એક ટ્વીટમાં લખ્યું કે ઓઆઈસી આહ્વાન કરે છે કે આ પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓ અને પયગંબર મોહમ્મદના કોઈ પણ પ્રકારના અપમાન વિરુદ્ધ દ્રઢતાથી કાર્યવાહી કરવામાં આવે. જે પણ પક્ષ મુસલમાનો વિરુદ્ધ હિંસા અને ધૃણિત અપરાધોને પ્રોત્સાહન આપે તેમને જવાબદાર ઠેરવવામાં આવે. વધુમાં લખ્યું કે ઓઆઈસી ભારતીય અધિકારીઓને દેશમાં મુસ્લિમ સમુદાયની સુરક્ષા અને તેમના કલ્યાણની ગેરંટી આપવા, તેમના અધિકારો, ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ, ગરિમા અને ધાર્મિક સ્થળોની રક્ષા કરવાનું પણ આહ્વાન કરે છે. 

ઓઆઈસીએ સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંગઠનને પણ કાર્યવાહી માટે અપીલ કરતા કહ્યું કે ઓઆઈસી આંતરરાષ્ટ્રીય સમુદાય ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર પરિષદને મુસલમાનોને ટાર્ગેટ કરવાના મામલાઓને સંબોધિત કરવા માટે જરૂરી પગલા લેવાનું આહ્વાન કરે છે. 

ખાડી દેશોના સંગઠનની પ્રતિક્રિયા
6 ખાડી દેશોના સંગઠન ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ (GCC) એ પણ આ સમગ્ર વિવાદે નુપૂર શર્માની ટીકા કરી અને કહ્યું કે સંગઠન આ પ્રકારની કોઈ પણ ટિપ્પણીનો અસ્વીકાર કરે છે. તેમણે કહ્યું કે આ પ્રકારે કોઈ ધર્મ વિશેષને નિશાન બનાવતા રોકવા જોઈએ. 

— مجلس التعاون (@GCCSG) June 5, 2022

સાઉદી અરબે આપી આ પ્રતિક્રિયા
સાઉદી અરેબિયાએ પણ નૂપુર શર્માના નિવેદનની ટીકા કરી છે. જો કે તેણે નૂપુર શર્માના સસ્પેન્શનના નિર્ણયનું સ્વાગત પણ કર્યું છે. સાઉદી વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સાઉદે કહ્યું કે પયગંબર મોહમ્મદનું આવું અપમાન અસ્વીકાર્ય છે. સાઉદી અરબ તમામ ધર્મોનું સન્માન કરે છે. દેશ ઈસ્લામી પ્રતિકો કે કોઈ પણ ધર્મના પ્રતિકોના ભંગને અસ્વીકાર કરે છે. 

અત્રે જણાવવાનું કે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા નૂપુર શર્મા અને નવીનકુમાર જિંદાલ દ્વારા પયગંબર પર આપત્તિજનક ટિપ્પણીઓ બાદ ખુબ હોબાળો મચ્યો હતો. ભાજપ દ્વારા આકરા પગલાં લેવાતા નૂપુર શર્મા તથા નવીન જિંદાલને તાકીદે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ભાજપ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે આ પ્રકારની ટિપ્પણી ભાજપના મૂળ વિચારના વિરોધમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news