ભારતમાં અહીં દીકરીના લગ્ન નક્કી થતાં જ બાપ શરૂ કરી દે છે સાપ પકડવાનું! કન્યાદાનમાં આપવા પડે છે 21 ઝેરી સાપ!
આપણા સમાજમાં લગ્નનું ખાસ મહત્વ રહેલું છે. ખુબ ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. જેમાં દીકરીને પિતા દ્વારા ખુબ જ અનમોલ ભેટ પણ આપવામાં આવી હોય છે. આપણા સમાજમાં કેટલી એવી અનોખી પરંપરાઓ હોય છે જેને સાંભળીને કે જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ જતા હોય છે. આવી જ એક પરંપરા છે કન્યાદાનમાં ઝેરી સાપ આપવાની.
Trending Photos
નવી દિલ્હીઃ આપણા સમાજમાં લગ્નનું ખાસ મહત્વ રહેલું છે. ખુબ ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. જેમાં દીકરીને પિતા દ્વારા ખુબ જ અનમોલ ભેટ પણ આપવામાં આવી હોય છે. આપણા સમાજમાં કેટલી એવી અનોખી પરંપરાઓ હોય છે જેને સાંભળીને કે જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ જતા હોય છે. આવી જ એક પરંપરા છે કન્યાદાનમાં ઝેરી સાપ આપવાની. તો આજે જાણીશું કે તેના પાછળ શું કારણ છે અને કેવી રીતે શરૂઆત થઈ. તમે દહેજમાં ગાડી મળી, સોના-ચાંદીના ઘરેણાં મળ્યા, વૈભવી મકાન આપ્યું, રૂપિયા આપ્યાનું તો સાંભળ્યું હશે. પરંતુ તમે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે દહેજમાં 21 ઝેરી સાપ મળ્યા. આ એક અનોખી પરંપરાનો ભાગ છે. જે કેટલાક ખાસ વિસ્તારોમાં ખુબ લાંબા સમયથી ચાલી આવે છે.
ગૌરીયા સમાજની અનોખી પરંપરા-
મધ્યપ્રદેશના ‘ગૌરીયા’ સમાજમાં ઝેરી સાપ આપવાની પરંપરા છે. દીકરીના લગ્નમાં પિતા દહેજમાં 21 ઝેરી સાપ આપે છે. ગૌરીયા સમાજમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેના પાછળ એક ખાસ માન્યતા પણ છે.
લગ્ન ટકાવી રાખવા સાપની ભેટ-
ગૌરીયા સમાજમાં એવી માન્યતા છે દહેજમાં સાપ આપવાથી લગ્ન જીવન લાંબા સમય સુધી ટકી રહે છે. ગૌરીયા સમાજ માટે છે જો આ સમુદાયનો કોઈ વ્યક્તિ તેની દીકરીને દહેજમાં સાપ ન આપે તો ટૂંકા ગાળામાં તેના છૂટાછેડા થઈ જાય છે.
દીકરી માટે પિતા પકડે છે સાપ-
એવું કહેવામાં આવે છે કે દીકરીના લગ્ન નક્કી થતા પિતા સાપ પકડવામાં લાગી જાય છે. જમાઈને દહેજમાં આપવા માટે પિતા સાપને શોધવામાં લાગી જાય છે. જેમાં ગેહુઅન સહિતના કાળતરા ઝેરી સાપ પણ હોય છે. જેને પકડીને સસરા જમાઈને દહેજમાં આપે છે.
રોજગારી માટે સાપ આપે છે ભેટમાં-
એવું પણ માનવામાં આવે છે કે ગૌરીયા સમાજના લોકોનું મુખ્ય વ્યવસાય સાપ પકડવાનો છે. વાદીની જેમ સાપ બતાવી આ લોકો પૈસા કમાતા હોય છે. જેથી પિતા સાપને પકડીને દીકરીને આપે છે. જમાઈ અને દીકરી આ સાપથી પૈસા કમાઈ શકે તેના માટે આવી અનોખી ભેટ આપવાની પરંપાર હોવાનું પણ માનવામાં આવે છે.
સાપની સુરક્ષા માટે પણ છે નિયમો-
સાપ પકડવાના વ્યવસાય સાથે ગૌરીયા સમાજે સાપના રક્ષણ માટે કેટલા નિયમો પણ બનાવ્યા છે. માન્યતા મુજબ જો સાપ તેમની પેટીમાં જ મરી જાય તો સાપ પકડનારોનો આખો પરિવાર મુંડન કરાવે છે. એટલું જ નહીં પણ સમાજના તમામ લોકોને ભોજન પણ કરાવવું પડે છે.
અહીંના લોકો સાપથી નથી ડરતા-
મધ્યપ્રદેશમાં વસતો ગૌરીયા સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. અહીના લોકો તો જંગલ સાથે રહેવા ટેવાયેલા છે. પરંતુ અહીં તો બાળકો પણ સાપથી બિલકુલ નથી ડરતા. કોઈ રમકડાથી રમતા હોય તેવી રીતે અહીં ગૌરીયા સમાજના બાળકો સાપ સાથે રમત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે