COVID19 vaccine: ભારતે વધુ એક કીર્તિમાન બનાવ્યો, દેશમાં 70 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

જાન્યુઆરી મહિનામાં શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં ભારતે વધુ એક સિદ્ધિ મેળવી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 70 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 
 

COVID19 vaccine: ભારતે વધુ એક કીર્તિમાન બનાવ્યો, દેશમાં 70 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

નવી દિલ્હીઃ ભારતે મંગળવારે 7 સપ્ટેમ્બરે  COVID-19 બીમારી વિરુદ્ધ દેશની વસ્તીને રસી લગાવવાની પોતાની યાત્રામાં વધુ એક કીર્તિમાન હાસિલ કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી 70 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યું છે. મંત્રીએ કહ્યું કે, તેમાંથી 10 કરોડથી વધુ ડોઝ માત્ર 13 દિવસમાં આપવામાં આવ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતુ કે ભારત દરરોજ રેકોર્ડ 1.25 કરોડ વેક્સિનના ડોઝ લગાવી રહ્યુ છે. પીએમ મોદીએ જણાવ્યું હતુ કે આ આંકડો એક સાથે ઘણા દેશોની જનસંખ્યાથી વધુ છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર જાણકારી આપતા ભારતના રસીકરણ કાર્યક્રમની પ્રગતિનું એક ગ્રાફિક શેર કર્યુ છે. તેમાં જણાવવામાં આવ્યું કે, 'દેશમાં જાન્યુઆરી મહિનામાં રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદ પ્રથમ 10 કરોડ લોકોને રસી લગાવવામાં 85 દિવસ લાગ્યા. વેક્સિનના આગામી 10 કરોડ ડોઝ આપવા માટે 45 દિવસ લાગ્યા, 29 દિવસમાં 20-30 કરોડ, 24 દિવસમાં 30-40 કરોડ, 20 દિવસમાં 40-50 કરોડ, 50-60 કરોડ ડોઝ આપવામાં 19 દિવસ લાગ્યા હતા. માત્ર 13 દિવસમાં સૌથી ઝડપી 60-70 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે.'

भारत को 0-10 करोड़ टीके लगाने में 85 दिन
💉10-20 करोड़ में 45 दिन
💉20-30 करोड़ में 29 दिन
💉30-40 करोड़ में 24 दिन
💉40-50 करोड़ में 20 दिन
💉50-60 करोड़ में 19 दिन
💉60-70 करोड़ टीके अब तक सबसे तेज केवल 13 दिन में लगे

सभी को बधाई pic.twitter.com/hTSqwkexjx

— Mansukh Mandaviya (@mansukhmandviya) September 7, 2021

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યુ- ભારત આજે એક દિવસમાં સવા કરોડ રસીના ડોઝ લગાવી રેકોર્ડ બનાવી રહ્યું છે. જેટલી રસી આજે એક દિવસમાં લગાવી છે, તે ઘણા દેશોની વસ્તીથી વધુ છે. ભારતમાં રસીકરણ અભિયાનની સફળતા, દરેક ભારતવાસીના પરિશ્રમ અને પરાક્રમની પરાકાષ્ઠાનું પરિણામ છે. 

ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવાની સાથે પોતાના COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. રસીકરણ અભિયાનનો ધીમે-ધીમે વિસ્તાર કરવામાં આવ્યો. પછી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અંતમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અભિયાન દરમિયાન ઘણીવાર દેશમાં વેક્સિનના ડોઝની કમી જોવા મળી પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી સ્થિતિમાં ખુબ સુધાર થયો છે અને દેશે એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝ આપવાનું લક્ષ્ય પાર કરી લીધું છે. 

ભારત કોવિશીલ્ડ, સ્વદેશી રૂપથી વિકસિત કોવૈક્સિન અને સ્પુતનિક વી રસીનો ઉપયોગ કરી રહ્યું છે. જોનસન એન્ડ જોનસનની સિંગલ શોટ વેક્સિનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેના ડોઝ ઉપલબ્ધ થયા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news