Har Ghar Tiranga Campaign: તમને ખબર છે? ભારતીય તિરંગાનો રંગ અત્યાર સુધી 6 વખત બદલાયો

ભારતીય તિરંગાએ અત્યાર સુધી 6 વખત રંગ બદલ્યો છે. ભારતીય ત્રિરંગા વિશે ઈતિહાસમાં ઘણી વાર્તાઓ છે. આવી જ એક કહાની તેના રંગ સાથે સંબંધિત છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, ત્રિરંગાએ અત્યાર સુધીમાં 6 વખત રંગ બદલ્યો છે.

Har Ghar Tiranga Campaign: તમને ખબર છે? ભારતીય તિરંગાનો રંગ અત્યાર સુધી 6 વખત બદલાયો

ઝી બ્યુરો: સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતીય તિરંગાએ અત્યાર સુધી કેટલી વખત બદલાયો છે? જવાબ હશે ના... પરંતુ અમે તમને જણાવી દઈએ કે ભારતીય તિરંગાએ અત્યાર સુધી 6 વખત રંગ બદલ્યો છે. ભારતીય ત્રિરંગા વિશે ઈતિહાસમાં ઘણી વાર્તાઓ છે. આવી જ એક કહાની તેના રંગ સાથે સંબંધિત છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, ત્રિરંગાએ અત્યાર સુધીમાં 6 વખત રંગ બદલ્યો છે.

શું તમે જાણો છો આપણા રાષ્ટ્રીય ધ્વજ બનવામાં આ તિરંગાએ ઘણી લાંબી યાત્રા કરી છે. સાથે સાથે આ તિરંગામાં સમય જતાં અનેક પરિવર્તન થયા છે. આઝાદ ભારતમાં તો એક જ રાષ્ટ્રીય ધ્વજ બનાવવામાં આવ્યો, પરંતુ અંગ્રેજો સમયે અલગ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. લગભગ પાંચ અલગ અલગ તિરંગા બાદ આ ઝંડો ડિઝાઈન કરવામાં આવ્યો છે. જે આજે ભારત દેશનું પ્રતિક છે.

15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો પાસેથી ભારતની આઝાદીના થોડા દિવસો પહેલા 22 જુલાઈ 1947ના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાની બેઠક દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં અપનાવવામાં આવ્યો હતો. તે 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950 ની વચ્ચે ભારતના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો અને ત્યારબાદ ભારતીય પ્રજાસત્તાક દિને અપનાવવામાં આવ્યો હતો.

હાલ કેવો છે તિરંગો?
ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ આડા પટ્ટાઓ છે, ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને નીચે ઘેરો લીલો છે. ધ્વજની પહોળાઈ અને તેની લંબાઈનો ગુણોત્તર 2 અને 3 છે. સફેદ પટ્ટાની મધ્યમાં ઘેરા વાદળી રંગનું એક ચક્ર છે. જેને અશોક ચક્ર કહેવામાં આવે છે.  આ ચક્ર અશોકની રાજધાની સારનાથના સિંહ સ્તંભ પર બાંધવામાં આવ્યું છે. તેનો વ્યાસ લગભગ સફેદ પટ્ટાની પહોળાઈ જેટલો છે અને તેમાં 24 આરા છે.

પહેલા અલગ હતો તિરંગો?
ભારતના રાષ્ટ્રમાં અત્યાર સુધી અનેક પરિવર્તન થઈ ચૂક્યા છે. ઘણા પરિવર્તન બાદ આપણને આ તિરંગો મળ્યો છે. તેને આપણા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન શોધવામાં આવ્યો કે માન્યતા આપવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રધ્વજ અનેક તબક્કાઓમાંથી પસાર થઈને તે આજના સ્વરૂપ સુધી પહોંચી શક્યા છે. એક રીતે તે રાષ્ટ્રમાં રાજકીય વિકાસને પ્રતિબિંબિત કરે છે. આપણા રાષ્ટ્રધ્વજના વિકાસમાં કેટલાક ઐતિહાસિક સીમાચિહ્નો પણ આવ્યા છે. આવી સ્થિતિમાં જાણો સૌથી પહેલા ભારતનો ધ્વજ કેવો હતો.

પહેલો ત્રિરંગો

No description available.
પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) ખાતે ફરકાવવામાં આવ્યો હતો, જે હવે કોલકાતા તરીકે ઓળખાય છે. આ ધ્વજ લાલ, પીળા અને લીલા રંગના આડા પટ્ટાઓથી બનેલો હતો. તેની ઉપર લીલો, મધ્યમાં પીળો અને નીચે લાલ હતો. આ સાથે તેમાં કમળના ફૂલ અને ચાંદ-સૂરજ પણ બનાવવામાં આવ્યા હતા.

બર્લિન સમિતિનો ધ્વજ

No description available.
બીજો ઝંડો પેરિસમાં મેડમ કામા અને 1907માં તેની સાથે કેટલાક દેશનિકાલ કરવામાં આવેલા ક્રાંતિકારીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. જોકે, ઘણા લોકોનું કહેવું છે કે આ ઘટના 1905માં બની હતી. આ પણ અગાઉના ધ્વજ જેવો જ હતો. જોકે, તેમાં સૌથી ઉપરના પટ્ટા પર માત્ર એક કમળ હતું અને સપ્તઋષિના નક્ષત્રનું પ્રતીક હતું. આ ઝંડો બર્લિનમાં થયેલા સમાજવાદી સમંલેનમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

હોમ રૂલ ચળવળનો ધ્વજ

No description available.
ત્રીજો ધ્વજ 1917માં આવ્યો, જ્યારે આપણા રાજકીય સંઘર્ષે ચોક્કસ વળાંક લીધો. ડો. એની બીસન્ટ અને લોકમાન્ય તિલકે હોમ રૂલ ચળવળ દરમિયાન લહેરાવ્યો હતો. આ ધ્વજમાં પાંચ લાલ અને ચાર લીલી પટ્ટીઓ હતી. તેમના પર સાત તારા અંકિત હતા. તેના ઉપરના ડાબા ખૂણા પર બ્રિટનનો સત્તાવાર ધ્વજ પણ છપાયેલો હતો. જ્યારે, ડાબી અને ઉપરની ધાર પર (થાંભલા તરફ) યુનિયન જેક હતો. એક ખૂણામાં સફેદ અર્ધચંદ્રાકાર ચંદ્ર અને તારો પણ હતો.

બિનસત્તાવાર ત્રિરંગો ધ્વજ

No description available.
ચોથો ધ્વજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન આંધ્ર પ્રદેશના એક યુવાને ધ્વજ બનાવીને ગાંધીજીને આપ્યો. આ કાર્યક્રમ વર્ષ 1921માં બેઝવાડા (હાલના વિજયવાડા)માં કરવામાં આવ્યો હતો. તે બે રંગોથી બનેલો હતો. લાલ અને લીલો રંગ જે બે મુખ્ય સમુદાયો એટલે કે હિન્દુ અને મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીએ સૂચવ્યું કે ભારતના બાકીના સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમાં સફેદ પટ્ટી હોવી જોઈએ અને દેશની પ્રગતિ દર્શાવવા માટે એક ચાલતો ચરખો હોવો જોઈએ.

ગાંધીજીનો ધ્વજ:

No description available.
ત્યારબાદ પાંચમો ઝંડો આવ્યો જે હાલના ઝંડાથી થોડોક જ અલગ હતો. તેમાં ચક્રના સાથે ચરખો હતો. વર્ષ 1931ના ધ્વજના ઈતિહાસમાં એક યાદગાર વર્ષ છે. તિરંગાને ધ્વજના રૂપમાં આપણા રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

હાલનો રાષ્ટ્રધ્વજ:

No description available.
છેવટે, 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ તેને મુક્ત ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો. આઝાદી મળ્યા પછી પણ તેના રંગો અને તેનું મહત્વ રહ્યું. ધ્વજમાં માત્ર ચાલતા ચરખાના બદલે સમ્રાટ અશોકનું ધર્મ ચક્ર દર્શાવવામાં આવ્યું હતું. આમ કોંગ્રેસ પક્ષનો ત્રિરંગા ધ્વજ આખરે સ્વતંત્ર ભારતનો ત્રિરંગો ધ્વજ બની ગયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news