રાત્રે પણ દુશ્મન પર પ્રહાર કરી શકશે આ બેલિસ્ટિક મિસાઇલ, પરીક્ષણ સફળ

સંરક્ષણ ક્ષેત્રે ભારતે વધારે એક પગલું આગળ વધી ગયું છે, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) બેલેસ્ટિક મિસાઇલનું સફળ નાઇટ ફાયરિંગ પરિક્ષણ કરવામાં આવ્યું

રાત્રે પણ દુશ્મન પર પ્રહાર કરી શકશે આ બેલિસ્ટિક મિસાઇલ, પરીક્ષણ સફળ

નવી દિલ્હી : સંરક્ષણ ક્ષેત્રે ભારતે વધારે એક ડગલું આગળ વધ્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC)એ બેલેસ્ટિક મિસાઇલનું સફળ નાઇટ ફાયરિંગ પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ પરિક્ષણ ઓરિસ્સાનાં કિનારે કરવામાં આવ્યું છે. દેશની તમામ બેલિસ્ટિક મિસાઇલ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમના માં અને બહેન પર 10 હજારનો દંડ, સરકારી જમીન હડપવાનો આરોપ
આ અગાઉ 12 જુને ભારતની ટેક્નોલોજી પ્રદર્શક મિસાઇલ વ્હીકલનું સફળતાપુર્વક પ્રક્ષેપણ કર્યું. ભવિષ્યમાં મિશનમાં અનેક ટેક્નોલોજીના ઉપયોગમાં આ પ્રક્ષેપણની મહત્વની ભુમિકા હશે. જેનું પ્રક્ષેપણ બાલાસોરનાં કિનારાથી દુર અગ્નિ શ્રૃંખલાની મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો. 

બહુવિવાહ પર પ્રતિબંધ લગાવીને મુસ્લિમ મહિલાઓને મળી શકે છે રાહત: સ્વરૂપાનંદ સરસ્વતી
ભારત પાસે બેલેસ્ટિક મિસાઇલ
હિન્દુસ્તાે પોતાનાં પરમાણુ હથિયારનાં જખીરાના અડધાથી વધારે એટલે કે 56 ટકા હિસ્સો જમીનથી જમીન પર માર કરનારી પૃથ્વી અને અગ્નિ જેવા બેલેસ્ટિક મિસાઇલમાં ફરજંદ કરેલા છે. હિન્દુસ્તાનની નજીક અઢીસો કિલોમીટરના અંતર સુધી માર કરનારા શોર્ટ રેંજ બેલેસ્ટિક મિસાઇલનો જખીરો પણ છે, જે 24 પરમાણુ બોમ્બ ફેંકાઇ શકે છે. તે પાકિસ્તાનના લાહોર, સિયાલકોટ, ઇસ્લામાબાદ રાવલપિંડીને સરળતાથી મટિયામેંટ કરી શકાય છે. 

— ANI (@ANI) June 27, 2019

તમિલ એક્ટર મંસુર અલી સુપ્રીમની શરણે, EVM સાથે ટેમ્પરિંગ સાબિત કરવાની પરવાનગી માંગી
આ પ્રકારે અગ્નિ 1 અને અગ્નિ 2 ના નામથી પરમાણુ હથિયારોથી લેસ 20 બેલિસ્ટિક મિસાઇલ પણ ભારત પાસે છે. જે 700થી 2 હજાર કિલોમીટરના અંતર સુધી માર કરી શકે છે. એવામાં તેની રેંજમાં મોટા ભાગના પાકિસ્તાનનાં તમામ શહેર આવી શકે છે. પછી તે લાહોર હોય, ઇસ્લામાબાદ હોય કે પછીરાવલપિંડી, મુલ્તાન, પેશાવર, કરાંચી, ક્વોટા અથવા ગ્વાદર. અગ્નિ 3,4 અને 5 જેવી લોંગ રેંજની મિસાઇલ પણ પાકિસ્તાનને તબાહ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news