Corona Vaccination: કોરોના રસીના ડોઝનો આંકડો 200 કરોડને પાર, માત્ર 18 મહિનામાં બન્યો રેકોર્ડ

200 crore Dose of Covid-19 vaccination: ભારતે કોરોના રસીના મામલે એકવાર ફરીથી રેકોર્ડ બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  ભારતે 200 કોરોના રસીના 200 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે.

Corona Vaccination: કોરોના રસીના ડોઝનો આંકડો 200 કરોડને પાર, માત્ર 18 મહિનામાં બન્યો રેકોર્ડ

200 crore Dose of Covid-19 vaccination: ભારતે કોરોના રસીના મામલે એકવાર ફરીથી રેકોર્ડ બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  ભારતે 200 કોરોના રસીના 200 કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. કોવિડ 19 વિરુદ્ધ મેચમાં ભારતે શાનદાર બેવડી સદી ફટકારી છે. શરૂઆતથી જ કેન્દ્ર સરકાર રસી અંગે લોકોને જાગૃત કરી રહી છે. જેના પરિણામે ભારતે આ મોટી સિદ્ધિ મેળવી છે. 

100 કરોડના આંકડા સુધી પહોંચતા 277 દિવસ લાગ્યા હતા
ભારતમાં કોરોના રસીના ડોઝનો આંકડો 200 કરોડને પાર થઈ ગયો છે. આ સિદ્ધિ 18 મહિના (546 દિવસ)માં મળી છે. 100 કરોડના ડોઝના આંકડાને પહોંચવામાં 277 દિવસ લાગ્યા હતા. 27 ઓગસ્ટ 2021ના રોજ ભારતમાં એક કરોડ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 2.7 કરોડ ડોઝ અપાયા છે. 17 સપ્ટેમ્બર 2021ના આ ડોઝ અપાયા હતા. ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 21 ઓક્ટોબર 2021ના રોજ 100 કરોડ સુધી પહોંચ્યો હતો. ત્યારે 100 કરોડનો લક્ષ્યાંક 277 દિવસમાં પૂરો થયો હતો. જ્યારે 100થી 200 કરોડ સુધી પહોંચવામાં પણ લગભગ એટલા જ દિવસ લાગ્યા છે. 

— ANI (@ANI) July 17, 2022

16 જાન્યુઆરીથી શરૂ થયું હતું રસીકરણ
ભારતમાં કોરોના સામેની લડતમાં રસીકરણ 16 જાન્યુઆરી 2021થી શરૂ થયું હતું. 24 ફેબ્રુઆરી 2021ના રોજ એક કરોડ ડોઝ પૂરા થયા હતા. 29 એપ્રિલ 2021ના રોજ 15 કરોડ ડોઝ, 13 જૂન 2021ના રોજ 25 કરોડ ડોઝ, 7 ઓગસ્ટ 2021ના રોજ 50 કરોડ ડોઝ, 14 સપ્ટેમ્બર 2021ના રોજ 75 કરોડ ડોઝ, 21 ઓક્ટોબર 2021ના રોજ 100 કરોડ ડોઝ, અને હવે 17મી જુલાઈ સુધીમાં 200 કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂરો થયો છે. 

ભારતમાં હજુ પણ રસીકરણ અભિયાન ચાલુ છે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સરકારે 18 વર્ષથી 59 વર્ષની ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝ ફ્રી લગાવવાની જાહેરાત કરી છે. 15 જુલાઈથી આ અભિયાન શરૂ થયું છે. 75 દિવસના એક વિશેષ અભિયાન હેઠળ આમ કરવામાં આવી રહ્યું છે. જ્યારે દેશમાં 12 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને  હાલ રસી અપાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news