Corona Update: દેશમાં સતત વધી રહ્યો છો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં તોતિંગ ઉછાળો

India Covid Update: દેશમાં હાલ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

Corona Update: દેશમાં સતત વધી રહ્યો છો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં તોતિંગ ઉછાળો

India Covid Update: દેશમાં હાલ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 29 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા હવે એક લાખને પાર જતી રહી છે. 

સતત વધી રહ્યા છે કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 17,092 દર્દીઓ નોંધાયા છે. દેશમાં ઝડપથી વધી રહેલા કેસે એકવાર ફરીથી લોકોની ચિંતા વધારી છે. ગઈ કાલે શુક્રવારે કોરોનાના નવા 17,070 કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 29 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 5,25,168 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં 1,09,568 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 4,28,51,590 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 2, 2022

દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ હાલ 4.14 ટકા છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના 3249 નવા કેસ નોંધાયા. જે  એક દિવસ અગાઉ કરતા 400 ઓછા હતા. જ્યારે 4 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. દિલ્હીમાં કોરોનાના 813 નવા કેસ નોંધાયા છે. રાજધાનીમાં સંક્રમણ દર 5.30 ટકા છે. કોરોનાએ 3 લોકોનો ભોગ લીધો. 

દેશમાં સતત વધી રહ્યા છે કેસ
કોરોનાના કેસ એકવાર ફરીથી વધી રહ્યા છે. ચોથી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. સાત ઓગસ્ટ 2020ના રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 202ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર જતી રહી હતી. દેશમાં 19 ડિસેમ્બર 2020ના રોજ સંક્રમણના કેસ એક કરોડને પાર ગયા હતા. ગત વર્ષે ચાર મેના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને 23 જૂન 2021ના રોજ ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષ 25 જાન્યુઆરીના રોજ કેસ ચાર કરોડને પાર ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news