એલર્ટ થઇ જજો! ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસનો આ સ્ટ્રેન, રિસર્ચમાં થયો ખુલાસો
તમને જણાવી દઇએ કે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાન 2726 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ 14.38 ટકા ચાલે રહ્યો છે.
Trending Photos
India Coronavirus Updates: દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો તેને કોરોનાની ચોથી લહેર કહી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી સહિત દેશના વિભિન્ન રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં જોઇ સરકારી સંસ્થા ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કંસોર્ટિયમ પર રિસર્ચ કરશે. સંસ્થા તરફથી કોવિડ 19 વેરિએન્ટના જીનોમિક દેખરેખના ડેટાની સમીક્ષા કરવામાં આવશે.
મૂળ વેરિએન્ટની તુલનામાં 30 ટકા વધુ ખતરનાક
મેડિકલ એક્સપર્ટોના અનુસાર દિલ્હી એનસીઆરમાં હાલ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ઘણા સ્ટ્રેનના કેસ સામે આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટ્રેન મૂળ ઓમિક્રોન વાયરસની તુલનામાં 20-30 ટકા વધુ ખતરનાક છે.
બિમારી ફેલાઇ રહી છે પરંતુ મોત ઓછા
કોવિડ વર્કિંગ ગ્રુપ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશનના ચેરપર્સન ડો.એનકે અરોરાએ કહ્યું કે 'હાલ સ્ટ્રેન જે ચારેય તરફ ચક્કર લગાવી રહ્યો છે, તે ઓમિક્રોન સબ-વેરિએન્ટની તુલનામં 20-30 ટકા વદુહ સંક્રમક છે. તેમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઇ તો રહી છે પરંતુ હોસ્પિટલમાં ભરતી થવું અને મોત હજુ થયા છે.
કોરોનાની ચોથી લહેરમાં ઓમિક્રોનનો મોટો હાથ
ડો.અરોરાએ કહ્યું હતું કે સબ-વેરિએન્ટ BA.4, BA.5, BA.2.75, BA.2.38 છે. જોકે હોસ્પિટલમાં ભરતી થવું અથવા કોઇ પણ બિમારીની ગંભીરતામાં કોઇ ઉછાળો હજુ સુધી જોવા મળ્યો નથી. INSACOG તરફથી 11 ઓગ્સ્ટના રોજ જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર દેશમાં કોરોનાની ચોથી લહેરને ફેલાવવામાં ઓમિક્રોન અને તેના વિભિન્ન સ્ટ્રેનનો મોટો હાથ જોવા મળ્યો છે. ડો. અરોરાએ કહ્યું 'BA.2.75 સબ વેરિએન્ટે SARS-CoV-2 ના સ્પાઇક પ્રોટીન અને અન્ય વેરિએન્ટની દેખરેખ રાખવામાં આવી રહી છે.
4 સરકારી સંસ્થાઓએ શરૂ કરી દેખરેખ
INSACOG ને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને બાયોટેકનોલોજી વિભાગે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ અને ભારતીય તબીબી સંશોધન પરિષદની સાથે સંયુક્ત રૂપથી મળીને શરૂ કર્યું છે. આ સંસ્થા દેશમાં કોરોના મહામારી અને બીજી મોટી સંક્રમક બિમારીઓની દેખરેખ અને તેમની સારવાર પર નજર રાખવામાં આવી રહી છે.
તમને જણાવી દઇએ કે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાન 2726 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ 14.38 ટકા ચાલે રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે