LAC પર ચીન સાથે વાતચીત શરૂ, પૂર્વ લદાખના ચુશુલમાં કોર કમાન્ડર સ્તરની બેઠક
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત શરૂ થઈ છે. જેથી કરીને લદાખમાં તણાવ ઓછો કરી શકાય અને સંવેદનશીલ વિસ્તારોમાં સેનાથીને પાછળ હટાવવા અંગે અંતિમ સ્વરૂપ આપી શકાય. ભારતના ચુશુલ સેક્ટરમાં બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ 14મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરવિન્દર સિંહ કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આજે લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત શરૂ થઈ છે. જેથી કરીને લદાખમાં તણાવ ઓછો કરી શકાય અને સંવેદનશીલ વિસ્તારોમાં સેનાથીને પાછળ હટાવવા અંગે અંતિમ સ્વરૂપ આપી શકાય. ભારતના ચુશુલ સેક્ટરમાં બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ 14મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરવિન્દર સિંહ કરી રહ્યાં છે.
સૂત્રોએ જણાવ્યું કે તણાવની સ્થિતિને ઓછી કરવા માટે તમામ વિવાદાસ્પદ મુદ્દાઓ પર વાતચીત થશે. આ અગાઉ કોર કમાન્ડર સ્તરની બે બેઠક 6 જૂન અને 22 જૂનના રોજ થઈ હતી. 22 જૂનના રોજ બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે લગભગ 11 કલાક વાતચીત થઈ હતી.
જુઓ LIVE TV
લદાખની ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ બંને દેઓશોના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ણણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતાં. જ્યારે ચીનને પણ 45થી 50 સૈનિકોનું નુકસાન ભોગવવું પડ્યું. ત્યારબાદથી બંને દેઓશો વચ્ચે લદાખમાં એલઓસી પર તણાવ ખુબ વધી ગયો છે.
(ઈનપુટ-એજન્સી આઈએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે