PM મોદીએ પોતાના સંબોધનમાં આપેલા 'આ' નારાથી ચોક્કસપણે ચીનના પેટમાં તેલ રેડાશે

કોરોના વાયરસના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા રાતા પાણીએ રડી રહી છે. આવામાં ભારતીય અર્થવ્યવસ્થાને બચાવવા માટે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં 20 લાખ કરોડ રૂપિયાના બાહુબલી આર્થિક પેકેજની જાહેરત કરી. લોકડાઉન 4.0ના સંકેત આપતા તેમણે સાથે સાથે દેશમાં લોકલ-વોકલનો સંદેશ પણ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ ઝડપથી આગળ વધવું પડશે, ફક્ત ઝડપ જ નથી પરંતુ ક્વાન્ટમ જંપ પણ લગાવવો પડશે. 
PM મોદીએ પોતાના સંબોધનમાં આપેલા 'આ' નારાથી ચોક્કસપણે ચીનના પેટમાં તેલ રેડાશે

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા રાતા પાણીએ રડી રહી છે. આવામાં ભારતીય અર્થવ્યવસ્થાને બચાવવા માટે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં 20 લાખ કરોડ રૂપિયાના બાહુબલી આર્થિક પેકેજની જાહેરત કરી. લોકડાઉન 4.0ના સંકેત આપતા તેમણે સાથે સાથે દેશમાં લોકલ-વોકલનો સંદેશ પણ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ ઝડપથી આગળ વધવું પડશે, ફક્ત ઝડપ જ નથી પરંતુ ક્વાન્ટમ જંપ પણ લગાવવો પડશે. 

આ ફોર્મ્યુલાનો અર્થ એ છે કે હવે ભારતે બીજા દેશો પર પોતાની નિર્ભરતાને પહેલા કરતા ઓછી કરવી પડશે. દેશમાં હવે સ્થાનિક સ્તરે લોકોને સ્વરોજગાર માટે તક ઉપલબ્ધ કરાવતા તે ક્ષેત્રમાં નિર્મિત સામાનોના ઉપયોગ પર ભાર આપવામાં આવશે. જેથી કરીને ચીની ઉત્પાદનોના દબદબાને ઓછું કરી શકાય. પીએમ મોદીએ આ માટે પીપીઈ કિટનું પણ ઉદાહરણ આપ્યું. 

પીએમ મોદીએ સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું કે ભારત દુનિયા માટે એક બજારની સાથે સાથે સૌથી મોટું ડિમાન્ડનું ક્ષેત્ર પણ છે. તેનો યોગ્ય ઉપયોગ થાય તે જરૂર છે. 

પીએમ મોદી દ્વારા દેશમાં નિર્મિત ઉત્પાદનોના વધુ ઉપયોગ પર ભાર મૂકવાનું મુખ્ય કારણ ચીન સાથે ભારતના કૂટનિતિક સંબંધો છે. એક બાજુ જ્યાં આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે અને પોતાની અર્થવ્યવસ્થાને બચાવવામાં લાગી છે ત્યાં બીજી બાજુ ચીન બીજા દેશોમાંથી ભારે પ્રમાણમાં નિકાસ દ્વારા કમાયેલી તગડી કમાણીમાંથી પોતાના સિક્રેટ મિશનને અંજામ આપવામાં લાગ્યું છે. 

કોરોના સામેના જંગ વચ્ચે ચીની સેના એક બાજુ મિલેટ્રી ડ્રિલ કરી રહી છે તો ત્યાં બીજી બાજુ પાડોશી દેશો ઉપર ફાઈટર વિમાનો અને હેલિકોપ્ટરો ઉડાવીને સંબંધોમાં તણાવ પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે. લદ્દાખ અને સિક્કિમમાં પણ ચીની સેના અને ભારતીય સેના વચ્ચે તણાવ પેદા થયો છે. ચીન ક્યારેક એવરેસ્ટ પર 5જી ટેક્નોલોજી  ઈન્સ્ટોલ કરવા લાગે છે. આામાં એશિયામાં ચીનના વધતા દબદબાને ઓછું કરવાની ક્ષમતા ફક્ત ભારતમાં જ છે કારણ કે જો આમ ન થયું તો તેનાથી ભારતના વ્યૂહાત્મક હિતોને નુકસાન થશે. 

જુઓ LIVE TV

ચીન સતત એવી હરકતો કરી રહ્યું છે કે જેનાથી એશિયાઈ દેશોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચિંતા જળવાઈ રહે. સૌથી વધુ પરેશાન ભારત, બાંગ્લાદેશ, મ્યાંમાર, તાઈવાન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા પાડોશી દેશોને થઈ રહી છે. 

અત્રે જણાવવાનું કે ભારતમાં મોબાઈલ, કોમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક્સ, સાજ સજાવટનો સામાન, લાઈટિંગ સહિત અનેક ઘરેલુ ઉત્પાદનો ચીનથી બનીને આવે છે જેનો આપણે ભારતીય બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. 

ચીન ભારતમાં પોતાના ઉત્પાદનો વેચીને મોટા પાયે કમાણી કરે છે જેનો ઉપયોગ તે પોતાના દેશના વિકાસ અને એશિયા સહિત સમગ્ર દુનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવવામાં કરે છે. કૂટનીતિક સ્તરે ચીનની આ ચાલને માત આપવા માટે ભારતીય અર્થવ્યવસ્થાને ફરીથી ઉઠાવવા પીએમ મોદીએ મંગળવારે લોકલ અને વોકલનો નારો આપ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news