12મા રાઉન્ડની સૈન્ય વાતચીત બાદ બોલ્યા India-China, LAC પર બહાર પાડ્યું સંયુક્ત નિવેદન
ભારત અને ચીન વચ્ચે રવિવારે થયેલી 12માં રાઉન્ડની વાતચીત બાદ બંને દેશોએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે રવિવારે થયેલી 12માં રાઉન્ડની વાતચીત બાદ બંને દેશોએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. બંને પક્ષોના જણાવ્યા મુજબ બેઠકનો આ દૌર રચનાત્મક હતો. જેણે પરસ્પર સમજને આગળ વધારી.
નિવેદન મુજબ બંને દેશ હાલની સમજૂતિ અને પ્રોટોકોલ મુજબ બાકીના મુદ્દાઓનો જલદી ઉકેલ લાવવાની અને સંવાદની ગતિને જાળવી રાખવા પર સહમત થયા છે.
મોલ્ડો પોઈન્ટ પર આયોજિ થઈ બેઠક
બને પક્ષ એ વાત ઉપર પણ સહમત થયા છે કે બંને દેશ LAC પર સ્થિરતા માટે પ્રભાવી પ્રયાસો ચાલુ રાખશે. આ સાથે જ ક્ષેત્રમાં સંયુક્ત રીતે શાંતિ જાળવી રાખશે.
અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠકનો 12મો રાઉન્ડ ચુશુલ-મોલ્ડો સરહદ મિલન સ્થળ પર આયોજિત કરાયો હતો. આ બેઠક અગાઉ 14 જુલાઈના રોજ દુશાંબેમાં ભારત અને ચીનના વિદેશમંત્રીઓની પણ બેઠક થઈ હતી. જ્યારે 25 જૂનના રોજ ભારત-ચીન સરહદી મામલાઓ પર પરામર્શ માટે બનાવવામાં આવેલ મિકેનિઝમ ગ્રુપની 22મી બેઠક થઈ હતી. આ બે બેઠકો બાદ કોર કમાન્ડર સ્તરની આગામી બેઠકનો રસ્તો તૈયાર થયો.
ડિસ એંગેજમેન્ટની પ્રક્રિયાની આગળ વધારીશું
બંને પક્ષો (India-China) એ પશ્ચિમી સેક્ટરમાં વિવાદવાળા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાતચીત કરી. આ સાથે જ તણાવવાળા બાકી વિસ્તારોથી ડિસ એંગેજમેન્ટની પ્રક્રિયાને આગળ વધારવા માટે એક બીજા સાથે વિચાર શેર કર્યા. બંને પક્ષોએ કહ્યું કે બેઠકનો આ દૌર રચનાત્મક હતો. જેણે પરસ્પર સમજણને આગળ વધારી. બંને દેશોએ હાલની સમજૂતિઓ અને પ્રોટોકોલ મુજબ બાકીના મુદ્દાઓનો જલદી ઉકેલ લાવવા અને વાતચીતની ગતિ જાળવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી.
LAC પર સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રભાવી પ્રયત્નો
નિવેદન મુજબ બંને દેશો એ વાત ઉપર પણ સહમત થયા છે કે તેઓ હાલ પશ્ચિમી સેક્ટરમાં LAC પર સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પોતાના પ્રભાવી પ્રયત્નો ચાલુ રાખશે. આ સાથે જ સંયુક્ત રીતે શાંતિ જાળવી રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે