Video: સલામ છે આ પોલીસ કમિશનરને...માતાપિતાની મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકનારા પુત્રને જુઓ કેવો પાઠ ભણાવ્યો
આ વીડિયો જોઈને તમારી આંખો છલકાઈ જશે. જે માતા પિતાના ચરણ ધોઈને પાણી પીવો તો પણ ઓછું છે તેમની મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂક્યા. આવા કપૂત પુત્રને પોલીસ કમિશનરે બરાબર પાઠ ભણવ્યો.
Trending Photos
શ્યામ તિવારી, કાનપુર: કાનપુર પોલીસ કમિશનર અસીમ અરુણની છબી એક કડક ઓફિસર તરીકેની છે. પરંતુ આ વખતે કાનપુર પોલીસ કમિશનર એક નવા કારણસર ખુબ ચર્ચામાં છે.
વાત જાણે એમ છે કે ચકેરીમાં એક વૃદ્ધ દંપત્તિને ઘરમાંથી બહાર કાઢી મૂકનારા પુત્ર-પુત્રવધુને પોલીસ કમિશનરે બરાબર પાઠ ભણાવ્યો. એવો આરોપ છે કે પુત્ર અને પુત્રવધુએ વૃદ્ધ માતા પિતાને વિવાદ બાદ મારપીટ કરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. પોલીસ સ્ટેશન અને ચોકીના ચક્કર કાપીને પરેશાન થયેલા દંપત્તિ સીધા પોલીસ કમિશનર પાસે પહોંચી ગયા.
પોલીસ કમિશનરે પાઠ ભણાવ્યો
ત્યારબાદ પોલીસ કમિશનર પોતે વૃદ્ધ દંપત્તિ સાથે તેમના ઘરે પહોંચ્યા. તેમણે વૃદ્ધ દંપત્તિને તેમના ઘરે પહોંચાડી અને મારપીટના આરોપના પગલે તેમણે પુત્ર અને વહુની ધરપકડ કરાવીને શાંતિભંગની કાર્યવાહી કરાવી. એટલું જ નહીં તેમણે વૃદ્ધ દંપત્તિની સુરક્ષા માટે તેમના ઘરે પોલીસકર્મીઓ પણ તૈનાત કર્યા.
જુઓ Video
વૃદ્ધ દંપત્તિને ઘરમાં જગ્યા પાછી અપાવી
અત્રે જણાવવાનું કે વૃદ્ધ દંપત્તિને ઘરમાંથી મારીને કાઢી મૂક્યા બાદ પુત્ર અને પુત્રવધુએ તેમનો સામાન સમેટીને રૂમમાં પોતાના તાળા લટકાવી દીધા હતા. પોલીસ કમિશનર જ્યારે ઘરની અંદર વૃદ્ધ દંપત્તિ સાથે પહોંચ્યા તો રૂમમાં તાળા જોયા. પૂછ્યું તો વૃદ્ધ દંપત્તિએ તે રૂમ તેમના હોવાનું કહ્યું. જેના પર તેમણે વહુ પાસે આ તાળા ખોલાવ્યા. તેમણે વૃદ્ધ દંપત્તિને ઘરમાં જ રહેવાની વાત કરી અને પોતાનો નંબર પણ આપ્યો. અને જો ફરી પરેશાની થાય તો તત્કાળ સૂચના આપવા પણ કહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે