ગરમ કપડા, હીટર, તંબુ... લદ્દાખમાં શિયાળામાં ચીન સામે મોરચો સંભાળવાની સેનાએ કરી તૈયારી
એક સીનિયર આર્મી અધિકારીએ કહ્યું કે, એલએસી પર ડિપ્લોયમેન્ટ લાંબુ ચાલે તે અમે ઈચ્છતા નથી, પરંતુ જો આવી સ્થિતિ યથાવત રહી તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ ઈસ્ટર્ન લદ્દાખમાં એલએસીમાં ચીનની સાથે વધેલા તણાવ વચ્ચે ભારતીય સેનાએ પોતાની તૈયારી મજબૂત કરી લીધી છે. ભારતીય સેના શિયાળામાં એલએસી પર ચોકસીથી તૈનાત રહેવા તૈયાર છે. આ બાબતે સેનાએ ગરમ કપડા, રાશન, ટેન્ટ અને હીટર સુધીની વ્યવસ્થા કરી લીધી છે. આ સિવાય પણ સેનાએ અન્ય સામાનનો સ્ટોક પૂરો કરી લીધો છે. ફોરવર્ડ પોસ્ટો સુધી બધા સામાન પહોંચાડી દેવામાં આવ્યો છે.
સીનિયર અધિકારીએ આ રીતે આપી ચીનને ચેતવણી
એક સીનિયર આર્મી અધિકારીએ કહ્યું કે, એલએસી પર ડિપ્લોયમેન્ટ લાંબુ ચાલે તે અમે ઈચ્છતા નથી, પરંતુ જો આવી સ્થિતિ યથાવત રહી તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, ચીને જો પ્રોટોકોલનું પાલન કરવાનું છે તો પૂરી રીતે કરે અને દરેક જગ્યાએ ફોલો કરે, માત્ર નક્કી કરેલા પ્રોટોકોલ ન ચાલી શકે. તેમણે કહ્યું ઈન્ડિયન આર્મી દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે પેન્ગોંગ ઝીલના ઉત્તરી કિનારેમાં ફિંગર એરિયા પર ચીને દ્વિપક્ષીય સમજુતીનું ઉલ્લંઘન કર્યું છે અને હવે જ્યારે પેન્ગોંગ ઝીલના દક્ષિણ કિનારે બધા મહત્વના પહાડો પર ભારતીય સેનાએ પોતાની સ્થિતિ ખુબ મજબૂત કરી લીધી છે તો ચીન પ્રોટોકોલનો હવાલો આપી રહ્યું છે.
પાકિસ્તાને SCO બેઠકમાં રજૂ કર્યો કાલ્પનિક નકશો, વિરોધમાં NSA અજીત ડોભાલે છોડી મીટિંગ
ભારતીય સેનાની પાસે હાઈટેક વ્યવસ્થા
આર્મીના એક અધિકારીએ જણાવ્યું કે, ભારતની પાસે એવા સ્ટ્રેટેજિક એયરલિફ્ટ પ્લેટફોર્મ છે જેમાં રોડ કનેક્ટિવિટી કપાય જાય તો પણ ભારતીય સેના અને એરફોર્સમ મળીને એક દોઢ કલાકની અંદર સૈનિકો સુધી પહોંચી શકે છે. પરંતુ આ મહિને રોહતાંગ ટનલનું ઉદ્ઘાટન થઈ જશે, ત્યારબાદ લદ્દાખ રીઝન સુધી ઓલ વેધર રોડ કનેક્ટિવિટી પણ થઈ જશે.
એક જવાન પર ખર્ચ થશે 1.2 લાખ રૂપિયા
આર્મીના અધિકારીએ જણાવ્યું કે, 9000થી 12000 ફુટની ઉંચાઈ સુધી તૈનાત સૈનિકોને એક્સટ્રીમ કોલ્ડ ક્લાઇમેટ (ઈસીસી) ક્લોદિંદ આપવામાં આવે છે અને 12000 ફુટથી વધુની ઉંચાઈ પર તૈનાત સૈનિકોને સ્પેશિયલ ક્લોથિંદ એન્ડ માઉન્ટેનિયરિંગ ઇક્વિપમેન્ટ (એસસીએમઆઈ) આપવામાં આવે છે. એક જવાનને એસસીએમઈનો ખરચો આશરે 1.2 લાખ રૂપિયા સુધી આવે છે. એલએસી પર તૈનાત બધા સૈનિકો માટે ક્લોધિંગ સહિત બધો જરૂરી સામાન પહોંચાડી દેવામાં આવ્યો છે અને રિઝર્વ સ્ટોક પણ મોકલવાનું કામ જારી છે. બધા ટેમ્પરરી શેલ્ટર પણ તૈયાર છે. તેમણે જણાવ્યું કે, ફોરવર્ડ એરિયામાં તૈનાત સૈનિકોને નોર્મલ રાશન સિવાય સ્પેશિયલ રાશન આપવામાં આવે છે. આટલા હાઈ અલ્ટીટ્યૂટમાં ભૂખ ન લાગે પરંતુ સૈનિકોને પોષણ માટે જરૂરી કેલેરી મળી રહે તે માટે દરરોડ 72 આઇટમમાંથી તેઓ પોતાની પસંદગીની વસ્તુ પસંદ કરી શકે છે.
આખા શિયાળા સુધી એલએસી પર મોરચો સંભાળી શકે છે સેના
આર્મીના સીનિયર અધિકારી પ્રમાણે જો ચીન ન માને તો ભારતીય સેના શિયાળામાં પણ એલએસી પર તૈનાત રહેશે. તેમણે કહ્યું કે, ભારતીય સૈનિકોને તેની આદત પણ છે કારણ કે ભારતીય સૈનિક ખુબ ઠંડી અને બર્ફમારી વચ્ચે દેશની રક્ષા માટે તૈનાત રહે છે. એલએસી પર જે એડિશનલ ટ્રૂપ ગઈ છે તે આ પહેલા પણ તે જગ્યાએ રહી ચુકી છે. આર્મીના આ પ્રકારના અનુભવથી અને દેશની સેનાઓ પણ ખુબ પ્રભાવિત છે. જોઈન્ટ એક્સરસાઇઝ દરમિયાન અન્ય દેશ પણ ભારતીય સેનાના આ અનુભવથી શીખવાનો પ્રયાસ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે