ભારત-ચીન સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે જલદી લેવાશે આ પગલું, વિદેશ મંત્રાલયનું નિવેદન

સરહદ વિવાદ (Border Dispute) નો ઉકેલ લાવવા માટે ભારત અને ચીન (China) વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક માટે સહમત થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક જલદી થઈ શકે છે. 

ભારત-ચીન સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે જલદી લેવાશે આ પગલું, વિદેશ મંત્રાલયનું નિવેદન

નવી દિલ્હી: સરહદ વિવાદ (Border Dispute) નો ઉકેલ લાવવા માટે ભારત અને ચીન (China) વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક માટે સહમત થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક જલદી થઈ શકે છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એક બ્રિફિંગ દરમિયાન કહ્યું કે બંને દેશોએ શાંતિ બહાલી માટે વાતચીત ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષોના વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક જલદી કરાવવા પર સહમતિ બની છે. આ સાથે જ પરામર્શ અને સમન્વય (WMCC) માટે કાર્યતંત્રની આગામી બેઠક પણ જલદી થવાની સંભાવના છે. 

અનેક મુદ્દાો પર બની સહમતિ
ભારત અને ચીનના વરિષ્ઠ કમાન્ડરોની 6ઠ્ઠી બેઠક સોમવારે થઈ હતી. આ બેઠકમાં કોઈ પણ ગેરસમજથી બચવા માટે ગ્રાઉન્ડ સ્તરે સંચાર  મજબૂત બનાવવાની સાથે જ સરહદ પર વધુ સૈનિકો ન મોકલવા ઉપર પણ સહમતિ બની હતી. બેઠક બાદ રક્ષા મંત્રાલયે અધિકૃત રીતે પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું હતું કે બંને પક્ષ ફ્રન્ટલાઈન પર વધુ સૈનિકો ન મોકલવા માટે તૈયાર થઈ ગયા છે. આ સાથે જ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર એકતરફી સ્થિતિ બદલવાથી પણ બચવાનો નિર્ણય લેવાયો છે. 

આ બેઠકમાં સૈન્ય કમાન્ડર સ્તરની આગામી બેઠક જલદી શરૂ કરવા ઉપર પણ બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી છે. સોમવારે થયેલી બેઠક ચીનના મોલ્ડો ગેરિસનમાં યોજાઈ હતી. જેમાં ભારત તરફથી બે લેફ્ટેનન્ટ જનરલ રેન્કના અધિકારીઓએ ભાગ લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news