કર્ણાટક: સિંચાઈ મંત્રીના ઘર પર આવકવેરા વિભાગના દરોડા, CM કુમારસ્વામી કાળઝાળ
Trending Photos
બેંગ્લુરુ: કર્ણાટકના સિંચાઈ મંત્રી સી એસ પુત્તારાજુ અને તેમના ભત્રીજાના ઘર પર આજે સવારે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા. ગુરુવારે વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ ત્યાં પહોંચી અને દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી. આ દરોડા બાદ પ્રદેશના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે આવકવેરા વિભાગ દ્વારા દરોડાનું કાવતરું રચવામાં આવ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે કર્ણાટકમાં સત્તામાં રહેલા જેડીએસ-કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કાવતરું રચાઈ રહ્યું છે અને તે હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
હકીકતમાં બુધવારે સાંજે કુમારસ્વામીએ કહ્યું કે રાજ્યમાં આવકવેરા વિભાગના દરોડા પાડવા માટે દેશના વિભિન્ન ભાગોમાંથી સીઆરપીએફના જવાનોને રાજ્યમાં લાવવામાં આવ્યાં છે. તેમણએ માંડ્યામાં પત્રકારોને કહ્યું કે તેમના પાસે ખાસ સૂચના છે કે દેશના વિભન્ન ભાગોમાંથી 200થી 300 સીઆરપીએફના જવાનોને લાવવામાં આવ્યાં છે. તેમને અહીં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યાં છે.
ગુરુવારે દરોડા પડવાનો પણ કર્યો હતો દાવો
મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે ગુરુવારે સવારે પાંચ વાગ્યાથી દરોડા પડશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ કર્ણાટકમાં ગત વર્ષ 2018ની એપ્રિલમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગનું કહેવું હતું કે મૈસૂરુ અને બેંગ્લુરુમાં અનેક ઠેકેદારોના ઘર અને ઓફિસ પર દરોડા મારવામાં આવ્યા હતાં. આ દરમિયાન રાજ્ય સરકારમાં પીડબલ્યુડી મંત્રી એચ.સી.મહાદેવપ્પાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં.
એરપોર્ટ પર તહેનાત કરાઈ 200 ટેક્સી
કુમારસ્વામીએ કહ્યું હતું કે આવકવેરા વિભાગ 'પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની જેમ પ્રતિશોધની રાજનીતિ અને સંસ્થાઓના દૂરઉપયોગ' વિરુદ્ધ ધરણા પર બેસવાની ધમકી આપી રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે આઈટી વિભાગ રાજ્ય પોલીસના સંરક્ષણની સાથે રાજ્યમાં દરોડા પાડે છે. પરંતુ મને જાણકારી છે કે આઈટી વિભાગ ગુરુવારે દરોડા પાડવા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ને લાવ્યું છે. અધિકારીઓને લેવા માટે એરપોર્ટ પર 200થી વધુ ટેક્સીઓ તહેનાત હતી.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે