PoKમા ભારતીય સેનાએ કરી એર સ્ટ્રાઇક, આતંકવાદીઓના લોન્ચ પેડ પર મોટો હુમલો

 ભારતીય સેનાએ ફરી એકવાર મોટુ પરાક્રમ કર્યું છે. ભારતીય સેનાએ PoKમા એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડને નિશાન બનાવ્યા છે.

 PoKમા ભારતીય સેનાએ કરી એર સ્ટ્રાઇક, આતંકવાદીઓના લોન્ચ પેડ પર મોટો હુમલો

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર મોટુ પરાક્રમ કર્યું છે. ભારતીય સેનાએ PoKમા એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડને નિશાન બનાવ્યા છે. મહત્વનું છે કે પાકિસ્તાન સતત સરહદ પરથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસેડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેના છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ એક ખાસ અભિયાન ચલાવી રહી છે. આજે પણ કાશ્મીરમાં સેનાએ ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના હવાલાથી આ માહિતી સામે આવી છે. 

ભારતીય સેનાએ ગુલામ કાશ્મીરમાં મોટી એર સ્ટ્રાઇક કરી છે. સેનાએ આતંકીઓના લોન્ચપેડ ધ્વસ્ત કર્યા છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ભારતીય સેનાએ પીઓકેમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરી છે. ભારતીયસેનાએ પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરની અંદર શંકાસ્પદ આતંકી લોન્ચપેડ પર મોટી કાર્યવાહી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news