Gold Price Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવો ભાવ


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 248 રૂપિયાના ઘટાડા સાથે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે.
 

Gold Price Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવો ભાવ

નવી દિલ્હીઃ દિલ્હી સોની બજારમાં ગુરૂવારે સોનાની કિંમતમાં 248 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીની કિંમતની વાત કરીએ તો તેમાં 853 રૂપિયાનો ઘટાડો થયો છે. એચડીએફચી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં સોનીની કિંમત આજે 49,714 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ગોલ્ડ પાછલા કારોબારી સત્રમાં 49,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત 62,037 રૂપિયાથી ઘટીને 61,184 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. 

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 248 રૂપિયાના ઘટાડા સાથે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું 1861 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું, જ્યારે ચાંદી 24.02 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતી. 

શું આપણે બેન્ક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ ન રાખવી જોઈએ? ખાસ વાંચો અહેવાલ

નબળી હાજર માગને કારણે કારોબારીઓએ પોતાના સોદા ઘટાડ્યા જેથી વાયદા બજારમાં ગુરૂવારે સોનું 0.62 ટકાના ઘટાડા સાથે 50,011 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બર મહિનાની ડિલિવરી વાળા સોનાની કિંમત 314 રૂપિયા એટલે કે 0.62 ટકાના ઘટાડા સાથે 50,011 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. તેમાં 7335 લોટ માટે કારોબાર થયો. ન્યૂયોર્કમાં સોનું 0.73 ટકાના ઘટાડા સાથે 1,860.30 ડોલર પ્રતિ ઔંસ રહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news