વાર્ષિક 2 લાખથી વધુ કમાનાર મહિલાના ખાતામાં મળ્યા 196 કરોડ, ITAT નો મહત્વપૂર્ણ નિર્ણય
ઇનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યૂનલ (ITAT) મુંબઇએ બુધવારે આ સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં કહ્યું કે વિદેશી સ્વિસ બેંકના વ્યક્તિગત ખાતામાં પડેલા 196 કરોડ રૂપિયા ટેક્સના દાયરામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: શું વાર્ષિક એક લાખ સત્તર હજાર રૂપિયાની કમાનાર કોઇ વ્યક્તિનું કોઇ વિદેશ બેંકમાં ખાતું હોઇ શકે? જી હાં એવું જ છે. એક લાખ 70 હજાર રૂપિયાની વાર્ષિક કમાણીની જાહેરાત કરનાર વિદેશી બેંક ખાતાધારક મહિનાને 196 કરોડ રૂપિયા વિદેશમાં છુપાવવાના મામલે હવે ટેક્સ ચૂકવવો પડશે. ઇનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યૂનલ (ITAT) મુંબઇએ બુધવારે આ સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં કહ્યું કે વિદેશી સ્વિસ બેંકના વ્યક્તિગત ખાતામાં પડેલા 196 કરોડ રૂપિયા ટેક્સના દાયરામાં આવે છે.
મહિલાએ પોતાની વાર્ષિક કમાણી એક લાખ 70 હજાર રૂપિયા બતાવી હતી. આ પ્રકારે જોઇએ તો વિદેશી બેંક એકાઉન્ટમાં જમા ધનરાશિમાં તેને 15 હજાર વર્ષ લાગશે. ઇનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યૂનલે રેનૂ ટી થરાનીની અપીલને નકારી કાઢતાં એચએસબીસી પ્રાઇવેટ બે6ક, જિનેવામાં ખાતામાં પુષ્ટિ કરી.
તપાસમાં નોંધવામાં આવ્યું કે રેનૂ ટી થરાની મધર ટેરેસાની માફક કોઇ જાણિતી હસ્તી નથી. તેમને કોઇ અજ્ઞાત વ્યક્તિ 4 મિલિયન અમેરિકી ડોલર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું કે કેમૈન દ્વીપ પરોપકારી કાર્યો માટે જાણિતી નથી, પરંતુ અઢળક ધન અને મની લોન્ડ્રીંગ માટે તેની ઓળખ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે