EXCLUSIVE: અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં કોરોના પર કેવી રીતે લાગી લગામ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોના દરદીઓની રિકવરી રેટ ખૂબ વધી ગયો છે. આજે એક લાખ 17 હજાર કેસમાંથી 82 ટકા લોકો બિમારીથી સાજા થઇને ઘર જઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે 80 થી 90% લોકોના ઘરોમાં જ સારવાર થઇ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના કેસ ભલે જ વધી રહ્યા હોય પરંતુ રિકવરી રેટ 82% ટકાથી વધુ થઇ ગયો છે. આ સંબંધમાં દિલ્હીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે Zee Newsની સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આખરે દિલ્હીમાં કેવી રીતે કોરોના સામે મુકાબલો કર્યો. કેજરીવાલે કહ્યું કે જૂન મહિનામાં કોરોનાથી સ્થિતિ બગડી ગઇ છે. પરંતુ ગત 15 દિવસના આંકડા પર નજર કરીએ તો સ્થિતિ ખૂબ કાબૂમાં છે. જોકે હજુપણ લડાઇ બાકી છે.
જૂનમાં જ્યારે અમે 100 લોકોના ટેસ્ટ કરતા હતા તેમાંથી 35 લોકો કોરોના પોઝિટિવ મળતા હતા પરંતુ આજે જ્યારે 100 લોકોના ટેસ્ટ કરીએ છીએ તો 7 લોકો પોઝિટિવ મળે છે. સીએમ કેજરીવાલે જણાવ્યું કે 23 જૂનના રોજ 4 હજાર પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, પરંતુ 16 જૂલાઇના રોજ 1600 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો પોઝિટિવ કેસ ખૂબ ઓછા થત જાય છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોના દરદીઓની રિકવરી રેટ ખૂબ વધી ગયો છે. આજે એક લાખ 17 હજાર કેસમાંથી 82 ટકા લોકો બિમારીથી સાજા થઇને ઘર જઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે 80 થી 90% લોકોના ઘરોમાં જ સારવાર થઇ રહી છે.
પહેલાં દિલ્હીની હોસ્પિટલોમાં દર્દીની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મળી રહ્યા ન હતા. આજે હોસ્પિટલોમાં સ્થિતિ એ છે કે દર્દીઓની સંખ્યા ઘટતી જાય છે. 3 અઠવાડિયા પહેલાં 6200 દર્દીઓ હોસ્પિટલમાં હતા. આજે ફક્ત 3800 રહી ગયા છે. આ સાથે જ તેમણે તે ઉપાયો ને પણ જણાવ્યા જેથી કોરોના પર કસી શકાઇ.
હોમ આઇસોલેશ અને અવેરનેસ ડ્રાઇવ
તેમણે કહ્યું કે દિલ્હીમાં ટેસ્ટિંગને વધારવામાં આવ્યા અને આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી. કોરોનાના દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકો જે હાઇ રિસ્ક પર હતા તેમને આઇસોલેટ અને કોરોન્ટાઇન કરવાથી મહામારીને ફેલાતા રોકવામાં મદદ મળી. દિલ્હી સરકારે કોવિડ દર્દીઓ માટે હોમ આઇસોલેશનને પ્રમોટ કર્યા. તેમાં એવા દર્દીઓને સામેલ હતા જેમને કોરોના સામાન્ય લક્ષણ હતા અથવા કોઇ લક્ષણ ન હતા. દિલ્હીમાં 80 ટકા કેસ જ રયા. જેમાં ગંભીર લક્ષણ ન હતા. તેમની પાસે મેડિકલ ટીમ ગઇ અને તેમને હોમ આઇસોલેશન વિશે જણાવવામાં આવ્યું. દિલ્હી સરકારના કોવિડ 19 મેનેજમેન્ટ પ્રોગ્રામમાં સૌથી મહત્વપૂર્ણ રહ્યું પબ્લિક અવેરનેસ કેમ્પેન જે સરકારે હોમ આઇસોલેશનને લઇને ચલાવ્યું. તેનાથી વિશ્વાસ અપાવ્યો કે તે પોતાના ઘરમાં રહીને સાજા થઇ શકે છે.
ઝડપથી હોસ્પિટલમાં બેડ વધાર્યા
હોસ્પિટલમાં બેડ વધારતાં લોકોમાં ડર ઓછો થયો. જૂનની શરૂઆતમાં દિલ્હીમાં ફક્ત 8 પ્રાઇવેટ હોસ્પિટલ હતી. અને તેમાં 700 બેડ હતા. તો બીજી તરફ હોસ્પિટલોમાં 2500 બેડ હતા. જ્યારે જૂનની શરૂઆતમાં કેસ વધ્યા તો દર્દીઓ માટે બેડ ઓછા થયા. આ 8 પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ બચ્યા નહી. જ્યારે આ દરમિયાન હોસ્પિટલોમાં 1000થી વધુ બેડ ખાલી હતા. પરંતુ મોટાભાગના લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલોને પ્રિફર કરી.
કોરોના એપ
દેશમાં પહેલીવાર બેડની ઉપલબ્ધતાની સાચી જાણકારી માટે દિલ્હી કોરોના એપ લોન્ચ કરી. તેનાથી દર્દીઓને શહેરની દરેક હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાની રિયલ ટાઇમ જાણકારી મળી. હોસ્પિટલ પણ એપનો ઉપયોગ કરવા લાગી. બેડની ઉપલબ્ધતાની સાચી જાણકારી એપમાં ડિસ્પ્લે થવા લાગી. હવે દરેક દિલ્લીવાળાએ પોતાની નજીકની હોસ્પિટલ વિશે જાણકારી મળવા લાગી કે ક્યાં કેટલા બેડ છે. હોસ્પિટલ માટે 24x7 હેલ્પલાઇન નંબર પરથી પણ લોકોને મદદ મળી.
પ્લાઝમા બેંક
દિલ્હીમાં પ્લાઝ્મા બેંકને શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે બે બેંક કામ કરી રહ્યા છે. કોરોનાના ગંભીર રોગીઓ માટે પ્લાઝ્માની વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવી છે. દિલ્હી સરકારે કોરોનાથી સ્વસ્થ્ય થયેલા દર્દીઓને પ્લાઝ્મા આપવાની અપીલ કરી છે. લોકો પ્લાઝ્મા દાન કરી રહ્યા છે અને તેના લીધે ગંભીર રોગીઓની સારવાર સંભવ થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે