નિર્ભયાકાંડમાં આજે મહત્વપૂર્ણ ચૂકાદાનો દિવસ, Videoમાં માતાએ વ્યક્ત કરી દિલ ફાડી નાખતી વ્યથા

ચાર દોષિતોમાં શામેલ અક્ષયકુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટમાં ચૂકાદા વિરૂદ્ધ પુન:વિચાર અરજી દાખલ નથી કરી

નિર્ભયાકાંડમાં આજે મહત્વપૂર્ણ ચૂકાદાનો દિવસ, Videoમાં માતાએ વ્યક્ત કરી દિલ ફાડી નાખતી વ્યથા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે નિર્ભયાકાંડમાં સામુહિક બળાત્કાર તેમજ હત્યાના મામાલમાં ચાર દોષિતોમાંથી ત્રણની પુન:વિચાર અરજી પર આજે સુનાવણી થવાની સંભાવના છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર ભાનુમતી તેમજ જસ્ટિસ અશોક ભુષણની ખંડપીઠ મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજી પર આજે નિર્ણય સંભળાવે એવી શક્યતા છે. 

ચાર દોષિતોમાં શામેલ અક્ષયકુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટના 5 મે, 2017ના નિર્ણય વિરૂદ્ધ કોઈ પુન:વિચાર અર્જી દાખલ નથી કરી. અક્ષયકુમારના વકીલ એ.પી. સિંહે કહ્યું છે કે અક્ષયે હજી અરજી દાખલ નથી કરી અને હવે અમે એને દાખલ કરીશું. 

સુપ્રીમ કોર્ટે પોતાના 2017ના નિર્ણયમાં દિલ્હી હાઇકોર્ટ તેમજ નીચલી કોર્ટ દ્વારા 23 વર્ષની પેરામેડિકલની વિદ્યાર્થીનીના 16 ડિસેમ્બર, 2012ના દિવસે કરાયેલા સામુહિક બળાત્કાર તેમજ હત્યાના મામલામાં દોષિતોને થયેલી મોતની સજા યથાવત રાખી હતી. નિર્ભયા પર દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં 6 વ્યક્તિઓએ સામુહિક બળાત્કાર કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડીને તેને રોડ પર ફેંકી દીધી હતી. સિંગાપોરની માઉન્ડ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 29 ડિસેમ્બર, 2012ના દિવસે તેનું મૃત્યુ થઈ ગયું હતું. 

આ ગેન્ગેરેપના આરોપીઓમાંથી એક રામસિંહે તિહાર જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ આરોપીઓમાં એક કિશોર પણ શામેલ હતો જેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ કિશોરને ત્રણ વર્ષ સુધી બાળસુધાર ગૃહમાં રાખ્યા પછી તેને છોડી દેવામાં આ્વ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news