Weather Forecast: ગુજરાત સહિત આ રાજ્યોમાં લોકો આજે સંભાળીને રહે, અહીં 5 ડિસેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

Weather forecast today Aaj Ka Mausam: દેશના અનેક  ભાગોમાં હવામાન બદલાયું છે. ક્યાંક બરફવર્ષા, કોલ્ડવેવે લોકોને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે તો ક્યાંક ભારે વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે આવનારા કેટલાક દિવસો સુધી અનેક રાજ્યોમાં મૂસળધાર વરસાદ અને બરફવર્ષા વરસાદનું એલર્ટ બહાર  પાડ્યું છે.

Weather Forecast: ગુજરાત સહિત આ રાજ્યોમાં લોકો આજે સંભાળીને રહે, અહીં 5 ડિસેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

Weather forecast today Aaj Ka Mausam: દેશના અનેક  ભાગોમાં હવામાન બદલાયું છે. ક્યાંક બરફવર્ષા, કોલ્ડવેવે લોકોને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે તો ક્યાંક ભારે વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે આવનારા કેટલાક દિવસો સુધી અનેક રાજ્યોમાં મૂસળધાર વરસાદ અને બરફવર્ષા વરસાદનું એલર્ટ બહાર  પાડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રના પ્રભાવથી આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં 5 ડિસેમ્બર સુધી તોફાન અને ભારે વરસાદની શક્યતા છે. 

અત્રે જણાવવાનું કે ઉત્તર પૂર્વ મોનસૂન છેલ્લા કેટલાક દિવસથી સક્રિય છે. તમિલનાડુ અને કેરળના નજીકના વિસ્તારોમાં ગતિવિધિ સારી રહી છે. જ્યારે ગુજરાતમાં આજે વરસાદની આગાહી છે. એ રીતે આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય બેલ્ટમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. 

તમિલનાડુના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી અટકી અટકીને જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે એકવાર ફરીથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે. અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. તિરુવલ્લુર જિલ્લામાં પણ કઈંક આવું છે. જ્યાં રસ્તાઓ પાણીથી ડૂબાડૂબ છે. જે કારણે લોકોએ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કરાણે પ્રશાસને અહીં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે. કાંચીપુરમમાં પણ ભારે વરસાદ બાદ રસ્તાઓ પર ગાડીઓ તરતી જોવા મળી રહી છે. 

ગુજરાતમાં આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ વરસી શકે છે. હાલ દિવસનું તાપમાન આ સમયે રહેતા તાપમાનની સરખામણીએ 4-5 ડિગ્રી ઓછું રહેવાની શક્યતા. લઘુત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રી આગામી ચાર પાંચ દિવસમાં વધી શકે છે. 

કમોસમી વરસાદની આગાહી
જો કે મનોરમા મોહંતી, ડાયરેક્ટર, હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ કમોસમી વરસાદની કરવામાં આવી આગાહી કરવામાં આવી છે. દાહોદ છોટાઉદેપુર ડાંગ અને વલસાડ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે. હળવા થી સામાન્ય વરસાદ રહી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news