IMD Rainfall Alert: ચાર દિવસ સુધી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણ્યા વગર ઘરની બહાર ન નીકળતા!

IMD Rainfall Alert Weather Update 25 June: અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. આવનારા દિવસોમાં દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય વિસ્તારોમાં પણ ચોમાસુ કવર કરશે. જાણો ગુજરાત વિશે આગાહીકાર અંબાલાલ પટેલે શું કહ્યું છે. 

IMD Rainfall Alert: ચાર દિવસ સુધી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણ્યા વગર ઘરની બહાર ન નીકળતા!

IMD Rainfall Alert Weather Update 25 June: અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. આવનારા દિવસોમાં દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય વિસ્તારોમાં પણ ચોમાસુ કવર કરશે. જ્યારે હીટવેવ પણ દેશના મોટાભાગના ભાગોમાં લગભગ ખતમ થઈ ગઈ છે. જેનાથી ભીષણ ગરમીનો માર ઝેલી રહેલા લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે શનિવારે ચેતવણી આપતા કહ્યું કે પૂર્વ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સાઉથ વેસ્ટ મોનસુન મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગળ વધી રહ્યું છે. 

નોર્થ ઈસ્ટ અને તેની સાથે જોડાયેલા ભારતના વિસ્તારોની વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જેમાં ઓડિશામાં 25-26 જૂનના રોજ ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા, ઝારખંડમાં 25 અને 26 જૂનના રોજ વરસાદની ચેતવણી છે. આ ઉપરાંત ગંગીય પશ્ચિમ બંગાળમાં 25 જૂન, અસમ,મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મિઝોરમમાં 25થી 28 જૂનના રોજ ભારે વરસાદની ચેતવણી છે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો હિમાલય વિસ્તારોમાં 24થી 28 સુધી વરસાદનું એલર્ટ છે. આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં રાજસ્થાનને બાદ કરતા 25થી 28 જૂનના રોજ વરસાદ પડશે. ઉત્તરાખંડમાં 25 જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. 

આ ઉપરાંત ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં 24થી 28 જૂન વચ્ચે વરસાદનું એલર્ટ છે. પશ્ચિમી યુપીના વિસ્તારોમાં પણ 24થી 26 જૂન પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં 25થી 28 જૂન વચ્ચે ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે મધ્ય ભારતના રાજ્યો માટે પણ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે  કહ્યું કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભમાં વરસાદ પડશે. પૂર્વ એમપીમાં 26-27 જૂન, પશ્ચિમી મધ્ય પ્રદેશમાં 27 જૂનના રોજ વરસાદ પડશે. દક્ષિણ ભારતની વાત કરીએ તો અહીં તામિલનાડુને બાદ કરતા પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી છે. આ દરમિયાન આંધી તોફાનનું પણ એલર્ટ છે. આ સિવાય કેરળમાં 27 જૂન, ઓડિશામાં 25-28 જૂન અને સાઉથ ઈન્ટીરિયર કર્ણાટકમાં 25, 26 જૂનના રોજ ભારે વરસાદની શક્યતા છે. 

ગુજરાત માટે અંબાલાલ પટેલની આગાહી
 બંગાળની ખાડીનું ભારેખમ વહન ભારે વરસાદી સિસ્ટમ ઊભી કરતા હવે આજથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા આગાહીકાર અંબાલાલે વ્યક્ત કરી છે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 25-26 જૂનથી ચોમાસું શરૂ થશે. પરંતુ 28 જૂનથી 2 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણાના વિસ્તારો, હારીજ, સમી, બેચરાજી, કડી સિદ્ધપુર, વિસનગર, માણસા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

મધ્ય ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદ
જ્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો, વડોદરા, પંચમહાલ, અને અમદાવાદમાં વરસાદની આગાહી છે. રાજસ્થાનના ઉદયપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થતા તથા સાબરકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણી છલકાવવાની શક્યતા છે.

આ ઉપરાંત મુંબઈ-મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં ડાંગ, આહવા, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાની પગલે નર્મદા બે કાંઠે વહી શકે છે. 8મી જુલાઈ સુધીમાં ગુજરાતના પછી તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

હવામાન ખાતાની આગાહી
આગામી 24 કલાકમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે. હજુ પણ હવામાન વિભાગ મુજબ રાજ્યમાં સત્તાવાર ચોમાસુ શરૂ થયુ નથી.. ત્યારે આગામી 10 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ કેવુ રહેશે. ક્યા જિલ્લામાં ક્યારે વરસાદ થશે તેની આગાહી આવી ગઈ છે. આજથી 4 દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news