દિલ્હી- NCR સહિત આ રાજ્યોમાં પડશે કરા...! IMD એ જાહેર કર્યું એલર્ટ

ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) હોવાની સંભાવના છે. શનિવારે વરસાદ અને કરાના લીધે તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે. જેથી ફરી એકવાર શીતલહેરનો અનુભવ થશે. 

દિલ્હી- NCR સહિત આ રાજ્યોમાં પડશે કરા...! IMD એ જાહેર કર્યું એલર્ટ

નવી દિલ્હી: દિલ્હી- NCR ના વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડીની માર વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) ના અનુસાર શનિવારે દિલ્હી (Delhi), પંજાબ (Punjab), હરિયાણા (Haryana), ચંદીગઢ (Chandigarh) સહિત ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) હોવાની સંભાવના છે. તેના લીધે વિભાગે યલો એલર્ટ જાહેર કરી દીધું છે. 

UP ના 5 જિલ્લામાં વરસાદનું એલર્ટ
IMD એ પૂર્વી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગાજીપુર, વારાણસી, બલિયા, આઝમગઢ, ગોરખપુરમાં શનિવારે વરસાદ અને બરફના કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઇએ કે ગત 24 કલાકમાં રાજ્યના વિભિન્ન મંડળોમાં મેક્સિમ અને મિનિમન તાપમાનમાં વધારો નોંધાયો છે. એવામાં શનિવારે વરસાદ અને કરાના લીધે તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે. જેથી ફરી એકવાર શીતલહેરનો અનુભવ થશે. 

MP ના 9 જિલ્લામાં કરા પડવાની સંભાવના
હવામાન વિભાગએ મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગ્લાલિયર, દમોહ, સાગર, દતિયા, ટીકમગઢ, છતરપુર, ભિંડ, મુરૈના, અને શ્યોપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી શનિવારે વિજળી અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર રાજસ્થાનના ઉપર અને આસપાસના વિસ્તારોમાં ઠંડી હવાઓનો પ્રભાવ છે. તેના લીધે ઉત્તરી મધ્ય પ્રદેશમાં ભેજ રહેશે. તો ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈનમાં વાદળા છવાયેલા રહેશે. 

આ ઉપરાંત લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને ઉત્તરી છત્તીસગઢના કુલ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ, અને વિજળી અમે હિમવર્ષા જોવા મળી શકે છે. 

જાન્યુઆરીમાં વરસાદે બનાવ્યો નવો રેકોર્ડ
IMD નો રિપોર્ટ કહે છે કે દક્ષિન ભારતમાં આ વર્ષે જાન્યુઆરી (January) માં વરસાદે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જાન્યુઆરીની શરૂઆતના બે અઠવાડિયામાં ઉત્તર પશ્વિમી ભારતમાં વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં પણ આ સમયગાળામાં વરસાદ થયો. આ દરમિયાન ઉત્તર પશ્વિમ ભારતને છોડીને આ વિસ્તારોમાં લાંબા સમય સુધી વાદળ છવાયેલા રહ્યા. જેના લીધે દિવસની સાથે રાત્રે પણ આ સ્થળોનું હવામાન ગરમ રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news