વિજ્ઞાનનો ચમત્કાર: પાલકના પાંદડા આપશે વિસ્ફોટકોની માહિતી, ખતરો દેખાતા જ ફટાફટ Email મોકલશે પાલક

સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના દાવા, હવે ઉત્પન્ન થશે શિક્ષિત પાલક, પાલકના પાંદડા ઇ-મેઇલ દ્વારા આપશે વિસ્ફોટકોની માહિતી. સાંભળીની જરા અચરજ જરૂર થશે પણ હકીકત જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.

વિજ્ઞાનનો ચમત્કાર: પાલકના પાંદડા આપશે વિસ્ફોટકોની માહિતી, ખતરો દેખાતા જ ફટાફટ Email મોકલશે પાલક

ઝી બ્યૂરો, અમદાવાદઃ પાલકની ગણતરી લીલા પાંદડાવાળા શાકભાજીઓમાં થાય છે. સ્પિનચમાં આયર્ન, કેલ્શિયમ અને વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. પરંતુ તમને કહેવામાં આવેકે, હવે આ પાંદડાવાળા શાકભાજી ઈમેલ મોકલી શકે છે? તો તમે શું કહેશો? અમે મજાક નથી કરી રહ્યાં પણ આ હકીકત છે. હવે આવું કઈ રીતે શક્ય બનશે તે જાણો...ઇજનેરોએ સ્પિનચ ગ્રીન્સ બનાવ્યા છે જે તમને ઇમેઇલ્સ મોકલી શકે છે. Massachusetts Institute of Technology (MIT) ના એન્જિનિયરો આ કરવામાં સફળ થયા છે. 

નેનો ટેકનોલોજી દ્વારા, તેઓ પાલકના મૂળમાં એવા સેન્સર મૂક્યા છે, જે તમને જમીનમાં કોઈ ખતરો લાગે તો તમને એક મેઇલ મોકલશે.  Massachusetts Institute of Technology (MIT)ના મુખ્ય સંશોધનકર્તા માઇકલ સ્ટ્રૉનોં, તેમની ટીમ સાથે મળીને એક પાલક બનાવ્યું છે, જ્યારે જમીનની નીચે વિસ્ફોટકો મળી આવે ત્યારે તમને ઇમેઇલ્સ મોકલી શકે છે. આ પાલકનું મૂળ દ્વારા શક્ય છે. 

પાણીમાં અથવા જમીનમાં હાજર નાઇટ્રોઆરોમિટીક્સની સંવેદના દ્વારા મેલ મોકલવામાં આવશે. યુરો ન્યૂઝને એમઆઈટીના (MIT) વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે જ્યારે પાલકના મૂળિયા ભૂગર્ભ જળમાં નાઇટ્રોઆરોમેટીક્સની લાગણી અનુભવે છે, ત્યારે તેના પાંદડામાં રહેલા કાર્બન નેનોટ્યુબ્સ સિગ્નલ છોડશે. નાઇટ્રોઆરોમેટિક્સએ એક પ્રકારનું રાસાયણિક સંયોજન છે જે વિસ્ફોટક પદાર્થમાં હોય છે. જ્યારે પાલકનું મૂળ તેની સાથે સંપર્કમાં આવે છે, ત્યારે તેમાં રહેલા કાર્બન નેનોટ્યુબ્સ સિગ્નલ મોકલશે. આ સંકેત IR કેમેરા દ્વારા વાંચવામાં આવશે જે વૈજ્ઞાનિકોને દ્વારા ઇમેઇલ તરીકે પ્રાપ્ત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news