વડતાળમાં પુત્રનાં નામે બોગસ દવાખાનું ચલાવતો ઉંટવૈદ્ય ઝડપાયો, વર્ષોથી ચલાવતો હતો કતલખાનું

વડતાલમાંથી ઝડપાયો છે. મુન્નાભાઈ એમબીબીએસ. એક એવો ડોક્ટર કે જેણે ડોક્ટરનો અભ્યાસ તો કર્યો નથી, પરંતુ તે લોકોની સારવાર પણ કરી રહ્યો છે. પોતાના અનુભવના આધારે દવાઓ પણ આપી રહ્યો છે. સમગ્ર બાબતે ખેડા જિલ્લા કલેકટરની ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થતાં આખરે તંત્ર દોડતું થયું. મુન્નાભાઈ એમબીબીએસના દવાખાના પર રેડ કરી તેની હાટડી સમેટી લેવામાં આવી.
વડતાળમાં પુત્રનાં નામે બોગસ દવાખાનું ચલાવતો ઉંટવૈદ્ય ઝડપાયો, વર્ષોથી ચલાવતો હતો કતલખાનું

યોગીન દરજી/નડિયાદ : વડતાલમાંથી ઝડપાયો છે. મુન્નાભાઈ એમબીબીએસ. એક એવો ડોક્ટર કે જેણે ડોક્ટરનો અભ્યાસ તો કર્યો નથી, પરંતુ તે લોકોની સારવાર પણ કરી રહ્યો છે. પોતાના અનુભવના આધારે દવાઓ પણ આપી રહ્યો છે. સમગ્ર બાબતે ખેડા જિલ્લા કલેકટરની ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થતાં આખરે તંત્ર દોડતું થયું. મુન્નાભાઈ એમબીબીએસના દવાખાના પર રેડ કરી તેની હાટડી સમેટી લેવામાં આવી.

આ વૃદ્ધ ચહેરાથી ભલે ભોળા અને માસૂમ લાગી રહ્યા હોય. પરંતુ આ વૃદ્ધ વડતાલમાં જીવતું જાગતું કતલ ખાનું ચલાવી રહયા છે. યાત્રાધામ વડતાલમાં નડિયાદ આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડયો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મદનભાઈ શાહ આરોગ્ય વિભાગના દરોડામાં ડૉક્ટરની પ્રેક્ટિસ કરતો ઝડપાઈ ગયો. તેની પાસે ડિગ્રીની તપાસ કરતા આરોગ્ય વિભાગને જાણવા મળ્યું કે તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી. તેના પુત્ર બી.એચ.એમ.એસ એટલે કે આયુર્વેદિક ડોક્ટરની ડીગ્રી ધરાવે છે. અને તેની મદદથી તેણે વડતાલમાં પોતાનું અલગ દવાખાનું શરુ કરી દીધું.  દવાખાનામાં તપાસ કરતા આરોગ્ય વિભાગને ગર્ભનિરોધક દવાઓ, પ્રેગ્નન્સી કીટ, એલોપેથીના ડોક્ટરો જે દવાનો યુઝ કરતા હોય તેવી તમામ દવાઓ અહિયા મળી આવી છે. આ ઉપરાંત સરકારે જે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હોય તેવી દવાઓ મળી આવતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયું હતું.

આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, અમને ઉપરથી આદેશ થતા અમે અહીં દરોડા પાડયા હતા. જે દરમિયાન ઘણી વાંધાજનક દવાઓનો જથ્થો મળી આવ્યો છે. ડોક્ટર પાસે કોઈ ડીગ્રી નથી તેમ છતાં તે છેલ્લા આઠ વર્ષથી અહીં દવાખાનુ ચલાવી રહ્યો હતો. જ્યારે ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મદનભાઈએ મીડિયાને પણ ગોળગોળ જવાબો આપ્યા. આરોગ્ય વિભાગનું કહેવું છે કે શાહ છેલ્લા આઠ વર્ષથી અહીં દવાખાનું ચલાવે છે. જ્યારે મીડિયા સમક્ષ તેઓ ફક્ત બે વર્ષથી પ્રેકટીસ કરતાં હોવાનું સફેદ જૂઠ ચલાવી રહ્યા છે. આ દવાખાનુ સુનિલ ભાઈ શાહ એટલે કે તેમના પુત્રનું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. અને તે પોતે અહીં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હોવાનું પણ સફેદ જૂઠ બોલી રહ્યા છે.

મહત્વની બાબત છે કે, ખેડા જિલ્લામાં ઠેર ઠેર ડુપ્લીકેટ ડોક્ટરોની હાટડીઓ ચાલી રહી છે. થોડા વર્ષો અગાઉ ઠાસરા પાસેના એક સરકારી દવાખાનામાં આવો જ ડુપ્લીકેટ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ આરોગ્ય વિભાગે જિલ્લામાં ડુપ્લિકેટ ડોક્ટરો પર દરોડા પાડી કાર્યવાહી કરી હતી. પરંતુ ત્યારબાદ સમગ્ર કાર્યવાહી શાંત થઈ જતા ફરીથી જિલ્લામાં આવા ડુપ્લીકેટ ડોકટરો સક્રિય થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news