Rain Forecast: વિદાય ટાણે પણ મેઘરાજા બરાબર ધમરોળી રહ્યા છે, આ વિસ્તારોમાં આજે પણ વરસાદનું એલર્ટ

IMD Delhi NCR Weather Forecast of October 2023: દેશભરમાંથી ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે. પરંતુ એવું લાગે છે કે જતા જતા પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જાણો કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી. 

Rain Forecast: વિદાય ટાણે પણ મેઘરાજા બરાબર ધમરોળી રહ્યા છે, આ વિસ્તારોમાં આજે પણ વરસાદનું એલર્ટ

IMD Delhi NCR Weather Forecast of October 2023: દેશભરમાંથી ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે. દિલ્હી એનસીઆરથી એક ઓક્ટોબરના રોજ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આવામાં હવે વરસાદની કોઈ ઝાઝી શક્યતા નથી. જેના કારણે હવામાન ચોખ્ખુ રહેશે. આગામી કેટલાક દિવસોમાં સવાર સાંજ ઠંડક વધી જશે.જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય લઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે. આગામી 24થી 48 કલાકમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. પરંતુ આમ છતાં મેઘરાજા વિદાય થતા થતા પણ મન મૂકીને વરસી રહ્યા છે. 

આ વિસ્તારોમાં વરસાદની આગાહી
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટ વેધરના જણાવ્યાં મુજબ આજે પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કેરળ, અને આંદમાન નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. એજ રીતે બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢમાં પણ વરસાદના એંધાણ છે. આજે પૂર્વોત્તર ભારત, તટીય આંધ્ર પ્રદેશ, ગોવા અને લક્ષદ્વિપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ તેલંગણા, કોંક, અને ગોવા, પૂર્વ વિદર્ભ, તમિલનાડુ, અને પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ પડી શકે છે. 

ગુજરાત માટે શું કરાઈ છે આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નથી. હવે ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે. કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. હાલ ઓક્ટોબરમાં દિવસનું તાપમાન રહે છે જયારે રાતનું તાપમાન નીચું જાય છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી આપી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ પડી શકે છે. 17થી 20 ઑક્ટોબરે અંબાલાલ પટેલે વરસાદની આગાહી આપી છે. આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વખતે અલ-નીનોને કારણે શિયાળો 15 દિવસથી 25 દિવસ સુધી મોડો બેસશે. એટલે કે ભલે ચોમાસું વિદાય લઈ લે અને સત્તાવાર રીતે શિયાળો બેસી જાય. પરંતુ લગભગ 15થી 25 દિવસ સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. 

આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે
આ વખતે વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. રાજ્યમાં 10 ઑક્ટોબરથી ચોમાસું લેશે વિદાય તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો મોડો બેસશે. પરંતું તેમણે નવરાત્રિમાં આપી વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે. અલ-નીનોની અસરના કારણે વાતાવરણમાં ઠંડક મોડા અનુભવાશે. ચોમાસુ 10 ઓક્ટોબર સુધી વિદાય લેશે. ભેજવાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવાર અને સાંજ થોડી ઠંડક અનુભવાશે. અલ નીનોના કારણે સમગ્ર અસર છે. પરંતુ નવરાત્રિના મધ્ય દિવસોમાં વરસાદ રહી શકે છે. 10 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાને લઈને 13 અને 14 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 17 થી 20 ઓક્ટોબરે વરસાદ રહી શકે છે. 

ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ
જો કે વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે.જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે એટલે કે 17થી 20 ઓક્ટબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે. 

ચોમાસાની પીછેહઠ 10 ઓક્ટોબરથી શરૂ
અંબાલાલ પટેલે એવી આગાહી પણ કરી છે કે ગુજરાતમાં ચોમાસાની પીછેહઠ 10 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. આ વખતે શિયાળો 15થી 25 દિવસ સુધી મોડો બેસશે. એટલે કે ઓક્ટોબરના અંત સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. ગુજરાતમાં ચોમાસામાં સીઝનનો સરેરાશ 104 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં વરસાદની ટૂંકી પણ ધમાકેદાર ઈનિંગે વરસાદની સરેરાશ પૂરી કરી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ચોમાસાની બાકીની ઈનિંગ કેવી રહે છે.

હવે પાછોતરા વરસાદની જ સંભાવના
દેશભરમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ભાદરવાનો તાપ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. હવે રાહ જોવાઈ રહી છે શિયાળાની. જો કે ગજરાતના લોકોએ શિયાળાની શરૂઆત માટે નવેમ્બરના મધ્ય સુધી રાહ જોવી પડે તેમ છે, તો બીજી તરફ વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. ઓક્ટોબરની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદે પોતાની ઈનિંગ લગભગ પૂરી કરી લીધી છે. હવે પાછોતરા વરસાદની જ સંભાવના છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતથી દિવસનું તાપમાન ઘટવાની સાથે શિયાળાનું આગમન થઈ જતું હોય છે. જો કે આ વખતે તેની સંભાવના ઓછી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news