કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે IIT દિલ્હીએ બનાવી RT-PCR કિટ, ICMRની લીલી ઝંડી
એવા સમયમાં કે જ્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ટેસ્ટ કરવા માટે ભારે સંખ્યામાં જરૂરિયાત છે અને ચીન જેવા દેશો પાસેથી જે કિટ આવી છે તેમની મોટાભાગની ક્વોલિટી ખુબ જ ખરાબ નીકળી રહી છે. હવે આવા મુશ્કેલ સમયમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક કમાલ કરી દેખાડ્યો છે. આઈઆઈટી દિલ્હીએ rt-pcr કિટ બનાવીને તૈયાર કરી નાખી છે. જેને આઈસીએમઆરએ તપાસ બાદ લીલી ઝંડી પણ આપી દીધી છે. હવે આ કિટથી દેશભરમાં કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: એવા સમયમાં કે જ્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ટેસ્ટ કરવા માટે ભારે સંખ્યામાં જરૂરિયાત છે અને ચીન જેવા દેશો પાસેથી જે કિટ આવી છે તેમની મોટાભાગની ક્વોલિટી ખુબ જ ખરાબ નીકળી રહી છે. હવે આવા મુશ્કેલ સમયમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક કમાલ કરી દેખાડ્યો છે. આઈઆઈટી દિલ્હીએ rt-pcr કિટ બનાવીને તૈયાર કરી નાખી છે. જેને આઈસીએમઆરએ તપાસ બાદ લીલી ઝંડી પણ આપી દીધી છે. હવે આ કિટથી દેશભરમાં કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે.
આ કિટ જલદી બજારમાં ઉપલબ્ધ થશે. IIT દિલ્હીની બે કંપનીઓ સાથે સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. બજારમાં આવ્યા બાદ સસ્તા અને યોગ્ય રીતે કોરોનાની તપાસ થઈ શકશે. IIT દિલ્હીના કુસુમા સ્કૂલ ઓફ બોયોલોજિકલ સાયન્સના રિસર્ચર્સે કોવિડ 19ની તપાસ માટે જે કિટ તૈયાર કરી છે તેને ICMRએ પોતાની મંજૂરી આપી દીધી છે.
IIT દિલ્હી પહેલી એવી શૈક્ષણિક સંસ્થા બની છે જેને RT-PCR આધારિત કિટ માટે ICMRની મંજૂરી મળી છે. અત્રે જણાવવાનું કે દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 718 થયો છે. જો કે રાહતના સમાચાર એ છે કે 4749 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1684 કેસ જોવા મળ્યા છે. જ્યારે 37 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.
આ બાજુ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2248 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1953 લોકોના સેમ્પલ લેવાયા હતાં જેમાંથી 128 કોરોના પોઝિટિવ નીકળ્યાં. દિલ્હીના જહાંગીરપુરીમાં એક જ ગલીના 46 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યાં. તપાસ રિપોર્ટ આવ્યાં બાદ એચ બ્લોકની ગલીને સીલ કરી દેવાઈ છે. દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને 92 થઈ છે.
જુઓ LIVE TV
મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 5652 થઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 778 કેસ સામે આવ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 269 થઈ છે. નાગપુરમાં એક વ્યક્તિથી 56 લોકોને કોરોના ફેલાવવાનો મામલો સામે આવ્યો છે. 5 એપ્રિલના રોજ 68 વર્ષના એક વ્યક્તિના મોત બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારના લોકોનો ટેસ્ટ કરાયો તો તે બધા કોરોના પોઝિટિવ નીકળ્યાં.
આ બાજુ રાહતના સમાચાર પણ મળ્યા છે કે દેશના 3 રાજ્યો હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે. તાજો મામલો ત્રિપુરાનો સામે આવ્યો છે જ્યાં કોરોનાના બધા દર્દીઓ સાજા થયા છે. ગોવા અને મણિપુર પણ તે રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાનો પ્રકોપ શાંત પડી ગયો છે. આ રાજ્યો કોરોના મુક્ત થઈ ગયા છે.
જો કે દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 27 લાખ 25 હજાર થઈ છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 1 લાખ 91 હજાર લોકોએ જીવ ગુમાવ્યાં છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને સાડા સાત લાખ નજીક પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે