જો અમે મહારાષ્ટ્રમાં BJPને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત: ઉદ્ધવ ઠાકરે 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે પ્રચારમાં લાગેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો અમે ભાજપને સમર્થન ન આપત તો સરકાર પડી જાત.

જો અમે મહારાષ્ટ્રમાં BJPને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત: ઉદ્ધવ ઠાકરે 

રામરાજે શિંદે, ઉસ્માનાબાદ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે પ્રચારમાં લાગેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો અમે ભાજપને સમર્થન ન આપત તો સરકાર પડી જાત. રાજ્યના ઉસ્માનાબાદમાં શિવસેનાની ચૂંટણી રેલીને સંબોધતા શિવસેનાના નેતાએ કહ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત. ભાજપની સરકાર શિવસેનાના કારણે ચાલે છે. 

અયોધ્યામાં વિવાદિત માળખુ તોડી પડાયા બાદ મુંબઈમાં થયેલા રમખાણોને લઈને એનસીપી નેતા અજીત પવારના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તે સમયે બાલાસાહેબ ઠાકરેની ધરપકડ કરી તે ભૂલ હતી, એવું અજીત પવાર કહે છે તો તેઓ માફી કેમ માંગતા નથી?

જુઓ LIVE TV

ઉદ્ધવ ઠાકરેએ અજીત પવારને પૂછ્યું કે મુંબઈ રમખાણોના સમયે દરવાજા બંધ કરીને મુંબઈની ચાલ બાળવામાં આવી. તે સમયે તમે કેમ કાર્યવાહી કેમ ન કરી, ગોળીઓ કેમ ન ચલાવી. શિવસેનાએ મુંબઈમાં હિન્દુઓને બચાવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news