ICSE 10th Result 2022: આઈસીએસઈ બોર્ડે જાહેર કર્યું ધોરણ-10નું પરિણામ, અહીં ચેક કરો રિઝલ્ટ

​ICSE Result: આઈસીએસઈ ધોરણ 10નું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે. 
 

ICSE 10th Result 2022: આઈસીએસઈ બોર્ડે જાહેર કર્યું ધોરણ-10નું પરિણામ, અહીં ચેક કરો રિઝલ્ટ

નવી દિલ્હીઃ ​ICSE Result 2022: આઈસીએસઈ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને (સીઆઈએસસીઈ) એ પરિણામોની જાહેરાત કરી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા હતા, તે સત્તાવાર વેબસાઇટ cisce.org અને  results.cisce.org પર જઈને પરિણામ ચેક કરી શકે છે. આ વર્ષે ધોરણ 10માં 99.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પણ પરિણામમાં ફરી યુવતીઓએ બાજી મારી છે. 99.98 ટકા છોકરીઓ પાસ થઈ છે તો 99.97 ટકા છોકરાઓ પાસ થયા છે.

CISCE બોર્ડે ધોરણ-10ની પરીક્ષાનું આયોજન મે મહિનામાં કર્યું હતું. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 33 ટકા લાવવા જરૂરી છે. CISCE બોર્ડે આ વર્ષે બોર્ડ પરીક્ષા બે ટર્મમાં આયોજીત કરી હતી. વિદ્યાર્થીઓ પરિણામ પોતાના મોબાઇલ પર એસએમએસ દ્વારા પણ ચેક કરી શકે છે. તે માટે ICSE<Space><Unique Id> ને 09248082883 પર એસએમએસ કરવો પડશે. 

ICSE 10th Result 2022: આ રીતે ચેક કરો રિઝલ્ટ
સ્ટેપ 1: ધોરણ 10નું પરિણામ ચેક કરવા માટે વેબસાઇટ  results.cisce.org અને cisce.org પર જાવ. 
સ્ટેપ 2: ત્યારબાદ વિદ્યાર્થી ધોરણ 10 રિઝલ્ટ લિંક કર ક્લિક કરે.
સ્ટેપ 3: હવે વિદ્યાર્થીઓએ લોગિન વિન્ડો પર પોતાની આઈડી, ઇન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી વસ્તુઓ ભરવી પડશે.
સ્ટેપ 4: હવે વિદ્યાર્થીઓનું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
સ્ટેપ 5: ત્યારબાદ વિદ્યાર્થીઓ પરિણામને ડાઉનલોડ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news