દીપડા, સિંહ તો ઠીક હવે મગર પણ રસ્તા પર લટાર મારવા નીકળી પડ્યા, જુઓ વીડિયો

વડોદરામાં મગર નીકળવાનો શિલશીલો યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તાર બાદ હવે જાંબુવા ગામે રસ્તો ક્રોસ કરી રહેલા મગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

દીપડા, સિંહ તો ઠીક હવે મગર પણ રસ્તા પર લટાર મારવા નીકળી પડ્યા, જુઓ વીડિયો

રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્યમાં વન્ય પ્રાણીઓની લટારના અનેક કિસ્સા સામે આવે છે. એમાં પણ ખાસ કરીને દીપડા અને સિંહના રહેણાક વિસ્તારમાં આંટાફેરાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. પરંતુ વડોદરામાં ફરી એકવાર મગરો પણ રહેણાંક વિસ્તારમાં આંટો મારવા નીકળી પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં ભારે વરસાદ બાદ નદીઓમાંથી મગરો બહાર નીકળી રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યા છે.

મળતી માહિતી અનુસાર, વડોદરામાં મગર નીકળવાનો શિલશીલો યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તાર બાદ હવે જાંબુવા ગામે રસ્તો ક્રોસ કરી રહેલા મગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જાંબુવા નદીમાં પાણીનું પ્રમાણ વધતા ગામના રસ્તા પર મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર પસાર થતા બાઈક સવાર મગરને જોઈ ત્યાં ઉભા રહી ગયા હતા. જોકે, જાંબુવા અને ઢાઢર નદીમાં મગરો વસવાટ કરે છે અને વરસાદ બાદ મગરો નદીમાંથી બહાર નીકળવાની ઘટનાઓ સામે આવે છે.

જુઓ વીડિયો:- 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રસ્તા ઉપર મગર આવી ગયો હતો. જોકે, સ્થાનિકોને આ વાતની જાણ થતા તેમણે મગર રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો અને તેઓએ આવીને મગરનું રેસ્ક્યુ કરી પાંજરામાં પુરવામાં આવ્યો હતો. આ મગર હિરાવંતી ચેમ્બર્સ પાસેથી પસાર થતાં વરસાદી કાંસમાંથી બહાર આવ્યો હોવાનું અનુમાન છે. આ અગાઉ 4 દિવસ પહેલા પણ વાઘોડિયા રોડ પર વરસાદી કાંસમાંથી બહાર નકળવાનો પ્રયાસ કરી રહેલા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news