'રાજસ્થાનના ભરતપુરમાં એરક્રાફ્ટ ક્રેશ નહી', વાયુસેનાએ અકસ્માતના સમાચારોનું કર્યું ખંડન

ભારતીય વાયુસેના (IAF) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાજસ્થાનના ભરતપુરમાં તેમનું કોઈ હેલિકોપ્ટર ક્રેશ થયું નથી. તેમના તમામ હેલિકોપ્ટર સુરક્ષિત છે. શક્ય છે કે મધ્યપ્રદેશના મુરેનામાં પ્લેન ક્રેશ થયા બાદ આ એરક્રાફ્ટનો કાટમાળ ભરતપુરમાં પડ્યો હોય. જો કે, આ અંગે કોઈ કંન્ફોર્મ ન્યૂઝ નથી. 

'રાજસ્થાનના ભરતપુરમાં એરક્રાફ્ટ ક્રેશ નહી', વાયુસેનાએ અકસ્માતના સમાચારોનું કર્યું ખંડન

Morena Jet Crash: ભારતીય વાયુસેના (IAF) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાજસ્થાનના ભરતપુરમાં તેમનું કોઈ હેલિકોપ્ટર ક્રેશ થયું નથી. તેમના તમામ હેલિકોપ્ટર સુરક્ષિત છે. શક્ય છે કે મધ્યપ્રદેશના મુરેનામાં પ્લેન ક્રેશ થયા બાદ આ એરક્રાફ્ટનો કાટમાળ ભરતપુરમાં પડ્યો હોય. જો કે, આ અંગે કોઈ કંન્ફોર્મ ન્યૂઝ નથી. એરફોર્સે ભરતપુરમાં પ્લેન ક્રેશ થયાની વાતને નકારી કાઢી છે. મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા છે. આ ઘટનામાં એક પાયલટ શહીદ થયો છે. વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. પીએમઓને અકસ્માતની જાણકારી આપવામાં આવી છે. બંને વિમાનોએ એમપીના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. બાકીના બંને પાયલોટ સુરક્ષિત છે.

ભરતપુરમાં થયો નથી અકસ્માત
જણાવી દઈએ કે મોરેના દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. એવી આશંકા છે કે મોરેનામાં થયેલા વિમાન દુર્ઘટનાનો કાટમાળ રાજસ્થાનના ભરતપુર પાસે પડ્યો છે. ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ પિંગોરા રેલવે સ્ટેશન પાસે પડ્યો હતો.

મોરેનામાં 2 ફાઈટર જેટ થયા ક્રેશ
તમને જણાવી દઇએ કે આ ઘટના મોરેનાના પહાડગઢ વિસ્તારમાં બની હતી. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. મોરેનાના પહાડગઢ વિસ્તારમાં ફાઈટર જેટનો કાટમાળ દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો. બંને લડાકુ વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. ગ્વાલિયરથી મોરેનાનું અંતર માત્ર 40 કિલોમીટર છે. એટલે કે, ટેકઓફ થયાના થોડી જ વારમાં બંને પ્લેન અકસ્માતનો ભોગ બન્યા છે.

એરફોર્સે અકસ્માતનું કર્યું ખંડન
જો કે આ પહેલા રાજસ્થાનના ભરતપુરથી સમાચાર આવ્યા હતા કે એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. તેનો કાટમાળ પિંગોરા રેલવે સ્ટેશન પાસે પડ્યો છે. જોકે, ભારતીય વાયુસેનાએ હવે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેમનું એકપણ વિમાન ભરતપુરમાં ક્રેશ થયું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news