જો રાહુલ ગાંધી યુપીની બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરશે PM બની જશે: TDP સાંસદ

રેડ્ડીએ ટીડીપી જોઇન કર્યું તે પહેલાં કોંગ્રેસમાં હતા. 2014માં તેમણે આંધ્ર પ્રદેશની અનંતપુર સીટ પરથી ટીડીપીની ટિકીટ પર સાંસદીય ચૂંટણી લડી રહ્યા હતા. 

જો રાહુલ ગાંધી યુપીની બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરશે PM બની જશે: TDP સાંસદ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લગ્ન ક્યારે કરશે, તેને લઇને હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સાંસદ જેસી દિવાકર રેડ્ડીનો દાવો છે કે જ્યારે તે કોંગ્રેસમાં હતા તો તેમણે રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીને સલાહ આપી હતી કે તેમના પુત્રને કોઇ બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરવા જોઇએ. ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોનો દબદબો છે. 

એટલા માટે હું સલાહ આપું છું કે રાહુલના લગ્ન કોઇ બ્રાહ્મણ છોકરી સાથે કરવામાં આવે. પરંતુ સોનિયા ગાંધીએ મારી વાત પર ધ્યાન ન આપ્યું. રેડ્ડીએ ટીડીપી જોઇન કર્યું તે પહેલાં કોંગ્રેસમાં હતા. 2014માં તેમણે આંધ્ર પ્રદેશની અનંતપુર સીટ પરથી ટીડીપીની ટિકીટ પર સાંસદીય ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે તે કોંગ્રેસમાં હતા તો છ વખત એમએલએ રહ્યા.  

ઇન્ડીયા ટૂડેના સમાચાર અનુસાર એક સમારોહમાં તેમણે આ ઘટનાને પુનરાવર્તિત કરી કે મેં બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરવાની પણ સલાહ આપી હતી જેથી રાહુલ પીએમ બની શકે. તેમણે તેની પાછળનું લોજીક પણ જણાવ્યું. તેમણે કહ્યું કે કોઇ વડાપ્રધાન બનવા માંગે છે તો તેની સાથે યૂપીની જનતાની દુવાઓ હોવી જરૂરી છે. જ્યાં સુધી તેમની દુવાઓ સાથે નહી હોય કોઇ પીએમ બની શકશે નહી. 

આ પહેલાં ઉત્તર પ્રદેશના રાયબરેલીની સદર સીટ પરથી કોંગ્રેસ ધારાસભ્ય અદિતિની સાથે થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ અને અદિતિ જલદી જ લગ્ન કરી શકે છે. પછી અદિતિએ સ્પષ્ટતા આપી અને તેને કર્ણાટકની ચૂંટણીનો પ્રોપેગેંડા ગણાવ્યો. તેમનું કહેવું હતું કે રાહુલના લગ્નની અફવાઓ ફેલાવીને કર્ણાટકની ચૂંટણીમાં તનતોડ મહેનત કરી રહેલા કોંગ્રેસીઓને તોડવાનું કાવતરું હતું.

અઠાવલેએ દલિત યુવતિ સાથે લગ્ન કરવાની આપી હતી સલાહ
આ પહેલાં કેંદ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રાહુલ ગાંધીને દલિત છોકરી સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે દલિત છોકરી સાથે લગ્ન કરવા જોઇએ કારણ કે આ સમુદાય સાથે ફક્ત જમવાથી જાતિવાદ દૂર ન થઇ શકે. રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે 'આ જૂનો પ્રશ્ન છે. હું ભાગ્યમાં વિશ્વાસ રાખુ છું. જ્યારે થશે, ત્યારે થશે.' ભાજપ નીત એનડીએના ઘટક રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડીયાના દલિત નેતા અઠાવલેએ કહ્યું હતું કે તે કોંગ્રેસ નેતાને જોડી શોધવામાં મદદ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news