ભાજપ સાથે બ્રેકઅપ પર બોલ્યા મહબૂબા મુફ્તી- મોટા વિઝન સાથે કર્યું હતું ગઠબંધન

ભાજપ સાથે ગઠબંધન તૂટ્યા બાદ મહબૂબા મુફ્તીએ પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી. 

 ભાજપ સાથે બ્રેકઅપ પર બોલ્યા મહબૂબા મુફ્તી- મોટા વિઝન સાથે કર્યું હતું ગઠબંધન

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિટ પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું ગઠબંધન ત્રણ વર્ષમાં તૂટી ગયું. ભાજપે સમર્થન વાપસીનો પત્ર રાજ્યપાલને આપ્યો અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. 

પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરમાં આક્રમક નીતિ નહીં ચાલે. તેમણે કહ્યું કે, બંન્ને પાર્ટીઓ અલગ-અલગ વિચારધારાને માને છે, પરંતુ તેમછતા મોટા વિઝનને સાથે લઈને ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું. 

મહબૂબાએ કહ્યું કે, સરકારના માધ્યમથી તેઓ કાશ્મીરમાં પોતાનો એજન્ડા લાગુ કરવામાં સફળ રહી છે. મહબૂબાનું કહેવું છે કે, કાશ્મીરના લોકો સાથે વાતચીત થવી જોઈએ. પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ, આ તેનો પ્રયત્ન રહ્યો. 370ને લઈને ડરેલા હતા પરંતુ તેને લઈને અડગ રહ્યાં. 11 હજાર લોકોની વિરુદ્ધ કેસ દાખલ હતો તે પરત લેવામાં આવ્યા. આટલું જ નહીં મહબૂબાએ કહ્યું કે, અમારી સફળ નીતિને કારણે વડાપ્રધાન પાકિસ્તાન પણ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news