હૈદરાબાદ LIVE : ગેંગરેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, DCPએ કહ્યું- 'આરોપીઓએ હથિયાર છીનવી ફાયરિંગ કર્યું'

(Hyderabad Gang Rape and Murder Case) હૈદરાબાદ (Hyderabad)માં મહિલા ડોક્ટરથી ગેંગરેપ (Gang Rape) કર્યા બાદ તેને સળગાવી હત્યા કરનાર ચારેય આરોપીઓને સ્થાનિક પોલીસે શુક્રવારે સવારે એન્કાઉન્ટમાં ઠાર માર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ પોલીસે આત્મરક્ષામાં તેમને ઠાર માર્યા હતા.

હૈદરાબાદ LIVE : ગેંગરેપ-મર્ડર કેસના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, DCPએ કહ્યું- 'આરોપીઓએ હથિયાર છીનવી ફાયરિંગ કર્યું'

હૈદરાબાદ : (Hyderabad Gang Rape and Murder Case) હૈદરાબાદ (Hyderabad)માં મહિલા ડોક્ટરથી ગેંગરેપ (Gang Rape) કર્યા બાદ તેને સળગાવી હત્યા કરનાર ચારેય આરોપીઓને સ્થાનિક પોલીસે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ પોલીસે આત્મરક્ષામાં તેમને ઠાર માર્યા હતા. આરોપીઓએ લાશોને પોસ્ટમોર્ટમ માટે મહમૂદનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

આ ઘટના બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી સાઇબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનરે જણાવ્યું કે આરોપી મોહમંદ આરિફ, નવીન, શિવા અને ચેન્નેકશવુલુ આજે સવારે 3 થી 6 વાગ્યા વચ્ચે ચટાનપલ્લી, શાદનગરમાં પોલીસ મુઠભેડમાં ઠાર મારવામાં આવ્યા. હું ઘટનાસ્થળ પર પહોંચ્યો છું અને જલદી જ આગળની જાણકારીનો ખુલાસો કરવામાં આવશે. 

— ANI (@ANI) December 6, 2019

તો બીજી તરફ શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ કહ્યું કે સાઇબરાબાદ પોલીસ ઘટનાક્રમને સમજવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા. આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છિનવી લીધા અને પોલીસ પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ સેલ્ફ ડિફેન્સમાં પોલીસે જવાબી ફાયરિંગ કર્યું, જેમાં આરોપી મોતને ભેટ્યા. 

— ANI (@ANI) December 6, 2019

આ ઘટના બાદ ઘટનાસ્થળ પર સ્થાનિક લોકોની ભીડ જમા થઇ ગઇ છે. ઘટના બાદ ઘટનાસ્થળ પર હાજર ભીડે હૈદરાબાદ પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા. આરોપીઓ એન્કાઉન્ટર (encounter)માં મોતને ભેટતા પીડિતાના પિતાએ ખુશી વ્યક્ત કરી છે. પીડિતાએ પિતાને કહ્યું કે હવે તેમની પુત્રીની આત્માને શાંતિ મળી છે. પીડિતાના પિતાએ કહ્યું કે પીડિતાના પિતાએ કહ્યું, 'મારી પુત્રીને ગયાના 10 દિવસ વિતી ગયા છે. હું પોલીસ અને સરકારને તેના માટે આભાર વ્યક્ત કરું છું. મારી પુત્રીની આત્માને હવે જરૂર શાંતિ મળી હશે.

તમને જણાવી દઇએ કે સવારે શાદનગર પાસે મુઠભેડમાં એક યુવા મહિલા વેટેનરી ડોક્ટરના ગેંગરેપ અને મર્ડરના તમામ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આરોપીઓને ત્યારે ઠાર મારવામાં આવ્યા, જ્યારે તેમણે હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર શાદનગરની પાસે ચટનપલ્લીથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. 

ચારેય આરોપીને  તે સ્થળે મુઠભેડમાં ઠાર મારવામાં આવ્યા જ્યાં તેમણે 27 નવેમ્બરની રાત્રે પીડિતા સાથે હૈદરાબાદના બહારી વિસ્તાર શમશાબાદ પાસે સામૂહિક બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવીને ફેંકી દીધી હતી. 

તપાસના ભાગરૂપે ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ પોલીસે તેમને મુઠભેડમાં ઠાર માર્યા હતા. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસાની લહેર જોવા મળી હતી અને અપરાધીઓને તાત્કાલિક મોતની સજા આપવાની માંગ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news