Gangrape for Dowry: પતિએ સંબંધીઓ સાથે મળી પત્ની પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર, કારણ જાણીને ચોંકી જશો

Woman gangraped for Dowry: આ મામલે પીડિત યુવતીનું કહેવું છે કે, મારા સાસરીવાળા દહેજ માટે મારા પર ત્રાસ ગુજરાત હતા. જ્યારે હું મારા પિયરથી દહેજની રકમ લીધા વગર પાછી આવી તો સંબંધીઓ સાથે મળીને મારા પર સામૂહિક બળાત્કાર કર્યો અને ઘટનાનો વીડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો.

Gangrape for Dowry: પતિએ સંબંધીઓ સાથે મળી પત્ની પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર, કારણ જાણીને ચોંકી જશો

Man allegedly gets wife gangraped by Relatives: રાજસ્થાનમાં એક પતિએ સંબંધીઓ સાથે મળીને પત્ની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે, આ ઘટનાના આરોપી પતિએ સામૂહિક બળાત્કારનો વીડિયો બનાવી એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આરોપી પતિનું આ કૃત્ય કરવા પાછળનું કારણ માત્ર એટલું હતું કે, યુવતીનો પરિવાર દહેજમાં 1.5 લાખ રૂપિયા આપી શક્યો ન હતો.

મળતી માહિત અનુસાર, રાજસ્થાનના ભરતપુરના કામાં પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ અને બે સંબંધીઓ વિરૂદ્ધ સામૂહિક બળાત્કારની ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિત યુવતીએ પતિ દ્વારા સામૂહિક બળાત્કારનો વીડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો હોવાનું જણાવ્યું છે. જો કે, આ મામલે કામાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે પીડિત યુવતીનું કહેવું છે કે, મારા સાસરીવાળા દહેજ માટે મારા પર ત્રાસ ગુજરાત હતા. જ્યારે હું મારા પિયરથી દહેજની રકમ લીધા વગર પાછી આવી તો સંબંધીઓ સાથે મળીને મારા પર સામૂહિક બળાત્કાર કર્યો અને ઘટનાનો વીડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો.

પીડિત યુવતીએ વધુમાં કહ્યું- પાંચ દિવસ પહેલા એક આરોપી મને મારા પિયરથી કામાં લઈ આવ્યો હતો, જ્યાં મારી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. યુવતીએ વધુમાં કહ્યું- હું ગમેતેમ કરીને મારો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગઈ હતી અને બાદમાં મારા પિયર પાછી આવી ગઈ હતી. જો કે, હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 માં હરિયાણામાં પીડિત યુવતીના લગ્ન થયા હતા. જે બાદ સાસરીવાળા દ્વારા યુવતી પર દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવતો હતો. જો કે, કંટાળીને યુવતી પોતાના પિયર જતી રહી હતી પરંતુ આરોપી પતિ યુવતીને લાલચ આપી તેના ઘરે પરત લઈ આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news