રાહુલનો કટાક્ષ- ગુરૂ માટે એકલવ્યએ કાપ્યો હતો અંગુઠો, ભાજપે ગુરૂઓને કર્યા કિનારે

આ પહેલા મુંબઈમાં બુથ કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. 

 રાહુલનો કટાક્ષ- ગુરૂ માટે એકલવ્યએ કાપ્યો હતો અંગુઠો, ભાજપે ગુરૂઓને કર્યા કિનારે

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે એક વીડિયો ટ્વીટ કરીને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વરિષ્ઠ નેચાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ તરફથી પોસ્ટ કરાયેલા વીડિયોમાં નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચે બદલતા સંબંધોને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

વીડિયોમાં દેખાડવામાં આવ્યું કે, પીએમ મોદી પહેલા અડવાણીને પગે લાગીને આશીર્વાદ લેતા હતા અને તેમનું સન્માન કરતા હતા પરંતુ આજે તેમનું અભિવાદન પણ સ્વીકાર કરતા નથી. રાહુલે ટ્વીટમાં લખ્યું, ગુરૂએ માંગવા પર એકલવ્યએ પોતાનો અંગૂઠો કાપી દીધો હતો, ભાજપે પોતાના ગુરૂઓથી કિનારો કરી લીધો. વાજપેયીજી, અડવાણીજી, યશવંત સિન્હાજી અને તેમના પરિવારોનું અપમાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સંસ્કૃતિની રક્ષા કરી રહ્યાં છે? 

In the BJP, they cut down their own Gurus. Humiliating Vajpayeeji, Advaniji, Jaswant Singhji and their families is the Prime Minister’s way of protecting Indian culture. pic.twitter.com/lqUtBtj0t8

— Rahul Gandhi (@RahulGandhi) June 12, 2018

આ પહેલા મુંબઈમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, દેશને માત્ર કોંગ્રેસ પાર્ટી બચાવી શકે છે. તેમણે ભાજપના જ વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજયેપીની સાથે આર્થિક ગુનેગાર નીરવ મોદી અને મેહુલ ચોકસીના બહાને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. 

પીએમ કહે છે- નોકરી ન કરો, સામસામે લડો
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશનો યુવા રોજગાર માંગી રહ્યો છે પરંતુ દેશમાં બધો સામાન મેડ ઇન ચાઇનાનો છે. તેમણે કહ્યું કે, દેશના યુવાનો કહી રહ્યાં છે કે અમે દેશનું ભલુ કરી શકીએ, હું ચીનનો મુકાબલો કરવા ઈચ્છું છું. પરંતુ પીએમ કહી રહ્યાં છે તમે પોતાના દેશને ફાયદો ન કરાવો, તમે એકબીજા સામે લડો, રોજગારની કોઇ જરૂર નથી, કામ કરવાની જરૂર નથી, હું પીએમ છું, મારા ભાષણોથી દેશ ચાલશે. 

મેહુલ ચોકસીને ભાઈ કહે છે પીએમ મોદી
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસે કિસાનોના 70 હજાર કરોડ માફ કર્યા, જ્યારે આ સરકારના સમયમાં નીરવ મોદી 35 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી જાઈ છે. પીએમ નીરવ મોદી અને મેહુલ ચોકસીને ભાઈ કહે છે. આ હું કઈ રહ્યો નથી, ટીવીમાં દેખાડવામાં આવ્યું હતું. તેના ભાગી જવાથી મોદીજીના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો નથી. અમિત શાહનો પુત્ર 50 હજારને 80 કરોડમાં બદલી નાખે છે. 

પીએમ માત્ર 15-20 ધનવાનોના ચોકિદાર
પીએમ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, મોદીએ કહ્યું હતું કે હું દેશનો ચોકીદાર બનવા ઈચ્છું છું. હવે લોકો હસી રહ્યાં છે, કારણ કે તમે ખોટુ સમજ્યા, મોદીજી દેશના 15-20 સૌથી ધનવાનોના ચોકીદાર બનવા ઈચ્છતા હતા. તે ચોકીદાર બન્યા છે અને અમીરોનું રક્ષણ કરી રહ્યાં છે. 

કોંગ્રેસ જ લડી શકે છે આરએસએસ સામે
રાહુલે કહ્યું, મારી પાસે વિપક્ષના એક સીનિયર નેતા આવ્યા, હું નામ નહીં જણાવું. મારી સાથે એક-બે કલાક બેઠા. કહ્યું, 50 વર્ષથી કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ લડી રહ્યો છું. 50 વર્ષ બાદ મને વાત સમજાઇ કે કોંગ્રેસ જ દેશની રક્ષા કરી શકે છે. 

કોંગ્રેસ કરે છે અડવાણીનું સન્માન
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, મને ખરાબ લાગે છે, મારી બોલવું ન જોઈએ. અમે અડવાણીની વિરુદ્ધ લડ્યા, કોંગ્રેસ પાર્ટીએ તેમને હરાવ્યાં. 2004, 2009માં અમે તેમની વિરુદ્ધ લડ્યા. હું સંસદમાં યોજાનારા ઘણા કાર્યક્રમમાં સામેલ થાવ છું. ત્યાં તેમને જોઈને મને ખુબ દુખ થાઈ છે. હું સંસદમાં અડવાણીની રક્ષા કરૂ છું. હું તેમની સાથે ઉભો રહુ છું. તે તેમના શિષ્ય હતા તેમ આમ કરતા નથી. વડાપ્રધાનના ગુરૂ કોણ હતા- એલકે અડવાણી, મોદીજીએ પોતાના ગુરૂનું શું કર્યું, કોઇ કાર્યક્રમમાં તેમનું સન્માન કરતા નથી. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા તેમની ઈજ્જત કરવાની છે. અમારામાં અને તેનામાં આ તફાવત છે. 

વાજયેપીને જોવા સૌથી પહેલા હું ગયો
રાહુલે કહ્યું, અમે વાજયેપીની વિરુદ્ધ લડ્યા, પરંતુ વાજયેપીએ હિન્દુસ્તાન માટે કામ કર્યું. તેઓ દેશના પીએમ રહ્યાં છે. અમે તેમના પદનો આદર કરીએ છીએ. જો વાજયેપીજી બીમાર છે તો અમે તેમની સાથે ઉભા રહીશું. આ અમારો ઈતિહાસ છે. હું થોડુ વધું બોલી ગયો. 

ભાજપ વિરુદ્ધ કાઢો લિસ્ટ
રાહુલે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું, જ્યાં પણ ભાજપના લોકો આગ લગાડે છે. ત્યાં તમારૂ કામ પાણી છાંડવાનું છે. ભાજપ અને આરએસએસ એકબાદ એક જૂઠ બોલે છે. તમે લિસ્ટ કાઢો. તેમને કહો, પીએમ મોદીના 15 લાખ રૂપિયા, 2 કરોડ રોજગાર, કિસાનોને યોગ્ય ભાવના વાયદાનું શું થયું? તમે જનતાને જણાવો કે, નોટબંધી, ગબ્બર સિંહ ટેક્સ લાવ્યા. ચીનના રાષ્ટ્રપતિની સાથે ઝુલે જુલ્યા. રાફેલ ડીલ, ડોકલામ, અમિત શાહ અને પીયૂષ ગોયલ વિશે જણાવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news