આધારને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે લિંક કરવું ફરજીયાત, 6 સરળ સ્ટેપ્સમાં સમજો સમગ્ર પ્રોસેસ

ગત વર્ષે સુપ્રીમ કોર્ટે અનેક મુદ્દે આધારકાર્ડ ફરજીયાત કરી દીધું છે,જો કે આગામી દિવસોમાં ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર સાથે જોડવું ફરજીયાત થશે

આધારને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે લિંક કરવું ફરજીયાત, 6 સરળ સ્ટેપ્સમાં સમજો સમગ્ર પ્રોસેસ

નવી દિલ્હી : ગત વર્ષે સુપ્રીમ કોર્ટે આધાર ફરજીયાત નહી હોવાની સ્પષ્ટતા કરી હતી. જો કે આગામી દિવસોમાં આધાર સાથે જોડવું જરૂરી પડશે. તેના માટે સરકારે નવો કાયદો લાવી રહી છે. આ કાયદાને લાગુ કર્યા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર સાથે જોડવું ફરિયાદ થઇ જશે. એવામાં તે જાણવું જરૂરી છે કે ઘર બેઠેલા આધાર ડ્રાઇવિંગ લાઇસન્સની લિંકિંગની શું પદ્ધતી છે. તેના માટે કેટલાક સ્ટેપ્સ છે જેને ફોલો કરીને તમે ખુબ જ સરળતાથી પોતાનાં આધારને ડ્રાઇવિંગ લાઇસન્સ સાતે જોડી શકો છો. 
1. આધાર અને ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી તમામ રાજ્યોનાં માર્ગ અને પરિવહન વિભાગની વેબસાઇટ પર આપવામાં આવશે. 
2. જેના માટે સૌથી પહેલા તમે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની અધિકારીક વેબસાઇટ પર જવું પડશે. 
3. અહીં તમારે  'link Aadhaar’નું ઓપ્શન મળશે. 
4. ત્યાર બાદ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર એન્ટર કરીને સબમીટ બનટ પર ક્લિક કરવાનું રહેશે. 
5. તમને એક ઓટીપી મળશે અને તે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જશે.
6. આ ઓટીપી સબમીટ કરો અને પરિવર્તનને સબમીટ કરો. 

લિંકિંગ ફરજીયાત કરવાનું શું છે કારણ
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રવિવારે એક કાર્યક્રમ દરમિયાન આધારને લાઇસન્સ સાથે જોડવાનું ફરજીયાત કરવાનું કારણ દર્શાવ્યું. તેમણે કહ્યું કે, હાલ એવું થાય છે કે દુર્ઘટનારા કરનાર વ્યક્તિ ઘટના સ્થળ પરથી ભાગી જાય છે અને ડુપ્લીકેટ લાઇસન્સ પ્રાપ્ત કરી લે છે. જે તેને સજામાંથી બચવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, આધાર સાથે જોડાયા બાદ ભલે તે પોતાનું નામ બદલી લે પરંતુ બાયોમેટ્રીક નહી બદલી શકે. ન તો આંખની કીકી બદલી શકે છે. માટે તેને સજા જરૂર મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news