Cash Limit At Home: ઘરમાં કેટલી રોકડ રાખી શકાય છે, જાણો શું છે સરકારના નિયમો

Cash Limit At Home: હજુ પણ ઘણા લોકો રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો એક જ વારમાં બેંક અથવા એટીએમમાંથી વધુ રોકડ ઉપાડી લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કેટલી રોકડ રાખી શકાય છે? રોકડ અંગે આવકવેરાના નિયમો શું છે?
 

Cash Limit At Home: ઘરમાં કેટલી રોકડ રાખી શકાય છે, જાણો શું છે સરકારના નિયમો

કોરોના કાળથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. હવે લોકો મોટાભાગના વ્યવહારો UPI અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા જ કરે છે. પરંતુ તેમ છતાં લોકો રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો ATMમાંથી એક સાથે વધુ રોકડ ઉપાડી લે છે, પરંતુ શું તમે જાણો છો કે વધુમાં વધુ કેટલી રોકડ (Cash Limit at Home) ઘરમાં રાખી શકાય છે. નિયમોની જાણકારી ન હોવા પર તમારે દંડ ભરવો પડી શકે છે. ઘરમાં રોકડ રાખવા માટે આવકવેરાના નિયમ શું છે? ચાલો તમને જણાવીએ.

ઘરમાં કેટલી રોકડ રાખી શકાય
ઈન્કમ ટેક્સના નિયમો અનુસાર તમે ઈચ્છો તેટલી રોકડ ઘરમાં રાખી શકો છો. પરંતુ જો તમારા ઘરમાં રાખેલી રોકડ ક્યારેય તપાસ એજન્સી પકડે છે, તો તમારે આ રોકડનો સ્ત્રોત જણાવવો પડશે. જો તમે ખોટી રીતે પૈસા કમાયા નથી તો તમારે ગભરાવાની જરૂર નથી. આ માટે તમારી પાસે સંપૂર્ણ દસ્તાવેજો હોવા જોઈએ. જો તમે તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

દંડ થઈ શકે છે
જો તમે ઘરમાં રાખેલી રોકડનો સ્ત્રોત જણાવવામાં સક્ષમ નથી, તો તપાસ એજન્સી તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે. તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તમને જણાવી દઈએ કે નોટબંધી પછી ઈન્કમ ટેક્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તમારા ઘરેથી અઘોષિત રોકડ મળે છે, તો તમારી પાસેથી વસૂલ કરાયેલી રોકડ રકમ પર 137% સુધી ટેક્સ લાગી શકે છે.

એક વર્ષમાં કેટલી રોકડ ઉપાડી શકાય છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ એક સમયે 50 હજારથી વધુ રોકડ ઉપાડે છે, તો તેણે તેનું પાન કાર્ડ બતાવવું પડશે. એક વર્ષમાં 20 લાખથી વધુ રોકડ જમા અથવા ઉપાડી શકાય છે. બે લાખથી વધુની રોકડ ચુકવણી માટે પાન અને આધાર કાર્ડ બતાવવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news