ભાજપના આ ધારાસભ્યોને મળ્યું સમિતિઓમાં સ્થાન, ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસ પાસેથી આ પદ છીનવાયું

ઈતિહાસમાં પ્રથમ વખત પદ કોંગ્રેસ પાસેથી છીનવાયું છે. જોકે, જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના 2 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો સમાવેશ કરાયો છે. AAPના MLA હેમંત આહીરને પણ સ્થાન મળ્યું છે.

ભાજપના આ ધારાસભ્યોને મળ્યું સમિતિઓમાં સ્થાન, ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસ પાસેથી આ પદ છીનવાયું

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિની રચનાનું કોકડું ઉકેલાઈ ગયું છે. જેમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે જિતુ વાઘાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે જાહેર હિસાબ સમિતિનું ચેરમેન પદ કોંગ્રેસ પાસેથી છીનવાયું છે. ઈતિહાસમાં પ્રથમ વખત પદ કોંગ્રેસ પાસેથી છીનવાયું છે. જોકે, જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના 2 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો સમાવેશ કરાયો છે. AAPના MLA હેમંત આહીરને પણ સ્થાન મળ્યું છે.

બીજી બાજુ, અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિના પરિણામો, જાહેર સાહસો માટેની સમિતિના પરિણામ, પંચાયતીરાજ સમિતિના પરિણામો જાહેર કરાયા છે. દરેક સમિતિઓમાં 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાણાકિય સમિતિમાં કોંગ્રેસના 2 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ વિધાનસભા સમિતિઓની ચૂંટણી નહીં થાય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. 

ત્રણે પક્ષો વચ્ચે સમાધાન થતા સમિતિના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અંદાજ સમિતિમાં મનીષા વકીલને અધ્યક્ષ બનાવાયાં છે. કોંગ્રેસના MLA તુષાર ચૌધરીને પણ સ્થાન અપાયું હતું. જાહેર સાહસોની સમિતિમાં ગણપત વસાવાને અધ્યક્ષ બનાવાયા છે. કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાને પણ સ્થાન મળ્યું છે.

No description available.

No description available.

No description available.

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news