બાળક કે સગીર માટે PAN Card કઢાવવું છે તો આ છે પ્રોસેસ, સ્ટેપ બાય સ્ટેપ કરો ફોલો
PAN Card : હાલમાં ઈન્કમટેક્સ ભરવાનો સમય છે. જે માટે પાનકાર્ડની ફરજિયાત જરૂર પડે છે. જો તમે તમારા બાળકના નામે રોકાણ કરવા માંગો છો અથવા તેને નોમિની બનાવવા માંગો છો, તો તેના માટે પણ પાન કાર્ડની જરૂર પડી શકે છે.
Trending Photos
PAN Card : ITR ફાઈલ કરવા માટે PAN કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ મેળવવા માટે કોઈ ચોક્કસ ઉંમર નક્કી કરવામાં આવી નથી. આનો સીધો અર્થ એ છે કે સગીર પણ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. પાન કાર્ડ બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. સગીરો માટે પાન કાર્ડ બનાવવા માટે સરકાર તરફથી બે વિકલ્પો ઉપલબ્ધ છે. તમે તેના માટે ઓફલાઈન તેમજ ઓનલાઈન અરજી કરી શકો છો. ચાલો જાણીએ બંને પ્રક્રિયાઓ વિશે...
પાન કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. જો તમે તમારા બાળકના નામે રોકાણ કરવા માંગો છો અથવા તેને નોમિની બનાવવા માંગો છો, તો તેના માટે પણ પાન કાર્ડની જરૂર પડી શકે છે. આ સિવાય, ITR ફાઈલિંગ નિયમો અનુસાર, ભારતમાં ITR ફાઈલ કરવાની કોઈ મર્યાદા નથી. જો કોઈ સગીર દર મહિને 15,000 રૂપિયાથી વધુ કમાય છે, તો તે ITR પણ ફાઈલ કરી શકે છે.
આ પણ વાંચો:
1500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ Smartwatch, ક્વોલિટી સાથે મળશે શાનદાર ફીચર્સ
આગામી 24 કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર! હવે નહી કરવુ પડે ટાઈપીંગ, આ રીતે મોકલી શકશો મેસેજ
બાળકો માટે PAN બનાવવાની ઓનલાઈન રીત
1. સૌ પ્રથમ ટેક્સ ઈન્ફોર્મેશન નેટવર્કની વેબસાઈટ www.tin-nsdl.com પર જાઓ. આ પછી 'Online PAN Application' પર ક્લિક કરો.
2. તમારા રહેઠાણની સ્થિતિ અનુસાર, ફોર્મ 49 અથવા ફોર્મ 49A પસંદ કરો.
3. આ પછી, આપેલ સૂચનાઓને અનુસરીને, અરજદારની શ્રેણી પસંદ કરીને આગળ વધો.
4. સિલેક્ટ ઓપ્શન પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરો.
5. હવે તમને કેટલાક દસ્તાવેજો અપલોડ કરવા માટેની સૂચનાઓ મળશે. બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ફી પણ ઓનલાઈન ભરો.
6. 'સબમિટ' પર ક્લિક કરો. આ પછી તમને સ્ક્રીન પર એક રેફરન્સ નંબર મળશે. તેની નોંધ કરો. આ નંબર પાછળથી તમને તમારી પાન કાર્ડ એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવીમાં મદદ કરશે.
7. બધી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, તમારું PAN કાર્ડ થોડા દિવસમાં તમારા સરનામા પર મોકલવામાં આવશે.
આ દસ્તાવેજોની જરૂર પડશે
બાળકના માતાપિતાના સરનામા અને ઓળખના પુરાવાની જરૂર પડશે.
અરજદારના સરનામા અને ઓળખનો પુરાવો.
એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, પોસ્ટ ઓફિસ પાસબુક, પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો અથવા અસલ રહેઠાણ પ્રમાણપત્રની નકલ સબમિટ કરવાની રહેશે.
આ પણ વાંચો
Helmet પહેર્યા પછી પણ કપાઈ રહ્યું છે ₹1,000નું ચલણ, જાણો શું છે મામલો
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે