Reality Check: એક લાખના ભાવ વાળી Hop Shoots નામની શાકભાજીની ખેતીનો દાવો ખોટો નિકળ્યો

હોપ-શૂટ્સની ખેતીનો દાવો કરનાર યુવક થયો ગાયબ: ઝી ન્યુઝની તપાસ અને કૃષિ વિજ્ઞાનના નિષ્ણાત ડો. નિત્યાનંદની તપાસ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ઔરંગાબાદમાં હોપ-શૂટ્સ (Hop-Shoots) ના વાવેતરના સમાચાર ખોટા છે.

Reality Check: એક લાખના ભાવ વાળી Hop Shoots નામની શાકભાજીની ખેતીનો દાવો ખોટો નિકળ્યો

ઝી બ્યૂરો, અમદાવાદઃ થોડા દિવસો પહેલા હોપ-શૂટ્સ (Hop-Shoots) નામની એક શાકભાજી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી. ઔરંગાબાદ શહેરમાં વિશેષ ખેતી કરવામાં આવી હતી....આ ખેતી પર IAS અધિકારીએ આ સમાચાર ટ્વીટર પર ફોટો શૅર કરીને દાવાને ખોટો કહ્યો. ઝી ન્યુઝના રિપોર્ટર મનીષ કુમારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જણાવ્યું કે ખેતીમાં આવી કોઈ કૃષિ થતી નથી. તપાસમાં જાણવા મળ્યું હતું કે કરમડીહ ગામમાં અને તેની આજૂબાજૂ વાળા વિસ્તારમાં આવા પ્રકારની કોઈ ખેતી થઈ નથી.

No description available.

ખેતીમાં જરૂરી તાપમાન તે ઔરંગાબાદમાં નથી
એટલું જ નહીં જ્યારે કૃષિ વિજ્ઞાનના નિષ્ણાત ડો.નિત્યાનંદને સોશિયલ મીડિયામાં હોપ-શૂટ્સની (Hop-Shoots) વાવણીના સમાચાર વાંચ્યા પછી તે તપાસ માટે કરમડીહ ગામમાં પહોંચ્યા અને ખેતીના દાવોને પર જણાવ્યું કે હોપ-શૂટ્સની ખેતી માટે આ વિસ્તારમાં જરૂરી તાપમાન નથી. 

આ શાક શા માટે આટલું મોંઘું છે ?
શાકભાજીની કિંમત વધારે છે કારણ કે તેનો ઉપયોગ બીયરમાં ફ્લેવરિંગ એજન્ટ તરીકે કરવામાં આવે છે. તે હર્બલ દવાઓમાં વપરાય છે. એટલું જ નહીં વનસ્પતિ તરીકે ખાવામાં આવે છે. વનસ્પતિના ઉપયોગથી આપણા શરીરમાં હાજર કેન્સરના કોષો નાશ પામે છે. IAS સુપ્રિયા સાહુએ દાવો કર્યો હતો કે બિહારના ઔરંગાબાદમાં અમ્રેશ સિંહ નામના ખેડૂતે હોપ-શૂટ્સની ખેતી કરે છે. આ શાકભાજી  વિશ્વની સૌથી મોંઘી શાકભાજી કહેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news