Maharashtra: 100 કરોડની વસૂલીના મામલે Bombay HC નો મહત્વનો ચુકાદો, અનિલ દેશમુખ વિરુદ્ધ CBI તપાસના આદેશ

મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. કોર્ટે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને કહ્યું કે પરમબીર સિંહના આરોપો ખુબ ગંભીર છે.

Maharashtra: 100 કરોડની વસૂલીના મામલે Bombay HC નો મહત્વનો ચુકાદો, અનિલ દેશમુખ વિરુદ્ધ CBI તપાસના આદેશ

નવી દિલ્હી: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. કોર્ટે તેને અસાધારણ કેસ ગણાવ્યો અને કહ્યું કે પરમબીર સિંહના આરોપો ખુબ ગંભીર છે. આ સાથે જ હાઈકોર્ટે સીબીઆઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ શરૂ કરવા જણાવ્યું છે. 

લોકલ પોલીસ તપાસ કરશે તો લોકોનો ભરોસો ઉઠી જશે
આ મામલે સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને સીબીઆઈ તપાસ થવી જોઈએ. આવા કેસમાં જો લોકલ પોલીસ તપાસ કરશે તો જનતાનો વિશ્વાસ ઉઠી જશે. આ સાથે જ કોર્ટે સીબીઆઈને 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ કરીને તેનો રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા. 

— ANI (@ANI) April 5, 2021

પૂર્વ પોલીસ કમિશનરે લગાવ્યા છે ગંભીર આરોપ
અત્રે જણાવવાનું કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલો પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલ કરીને તેમને પહોંચાડે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news