અમિત શાહની અજીત ડોભાલ અને IB ચીફ સાથે સંસદમાં હાઈ લેવલ મીટિંગ, કાશ્મીર મુદ્દે ચર્ચા?
જમ્મુ અને કાશ્મીરમાં જે પ્રકારે હલચલ ચાલી રહી છે તેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અફવાઓનું બજાર ગરમા ગરમ છે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સંસદ ભવનમાં ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં જે પ્રકારે હલચલ ચાલી રહી છે તેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અફવાઓનું બજાર ગરમા ગરમ છે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સંસદ ભવનમાં ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગાબા પણ હાજર હતાં. આઈબી ચીફ પણ હાજર હોવાનું કહેવાય છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને હાલમાં જ સુરક્ષાનો હવાલો આપતા અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને તત્કાળ કાશ્મીર છોડવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. ત્યારથી અનેક પ્રકારની અટકળો તેજ છે. પીડીપી ચીફ મહેબુબા મુફ્તી એવો અંદેશો વ્યક્ત કરી ચૂક્યા છે કે કેન્દ્ર સરકાર રાજ્યમાં કઈંક મોટું પ્લાન કરી રહી છે. જો કે રાજ્યપાલ સત્યપાલ મલિકે માત્ર સુરક્ષાની દ્રષ્ટિથી જ ઉઠાવાયેલું પગલું ગણાવ્યું હતું.
A meeting is underway between Union Home Minister Amit Shah, Home Secretary Rajiv Gauba and National Security Advisor Ajit Doval, at the Parliament. pic.twitter.com/v5Sw5AmwfQ
— ANI (@ANI) August 4, 2019
સિક્યુરિટી પર શાહ અને ડોભાલની બેઠક
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સિક્યુરિટીના મુદ્દે હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગોબા પણ હાજર રહ્યાં. આ મીટિંગને પણ કાશ્મીરની સ્થિતિની સાથે સાંકળીને જોવામાં આવી રહી છે.
જુઓ LIVE TV
કાલે કેબિનેટ બેઠક
કેન્દ્ર સરકારે અચાનક કાલે કેબિનેટ બેઠક બોલાવી છે. આ મીટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સવારે 9.30 કલાકે થશે. સામાન્ય રીતે કેબિનેટ બેઠક બુધવારે થતી હોય છે. પરંતુ આ કેબિનેટ બેઠક અચાનક બોલાવવામાં આવી છે. આ બદલ પણ અનેક અટકળો થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે