ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1962ની ચૂંટણીમાં નેહરુ રહ્યા વિજેતા
1962ની લોકસભા ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીનો ઉદય થયો, કેમ કે કોંગ્રેસ પ્રત્યે લોકોમાં થોડા અસંતોષ ઊભો થયો હતો. જોકે ચૂંટણીમાં જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ સૌથી મોટો વિજેતા બન્યો હતો
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ 1962ની લોકસભા ચૂંટણીમાં ઘણું બધું પ્રથમ વખત જોવા મળ્યું હતું. આ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી હતી જે એક સપ્તાહના અંદર યોજાઈ ગઈ હતી. અગાઉની ચૂંટણીમાં મહિનાઓનો સમય લાગ્યોહ તો. સાથે જ પ્રથમ વખત દરેક લોકસભા સીટ માટે એક જ ઉમેદવાર ચૂંટાયો હતો. આઝાદી પછીના ઈતિહાસમાં પ્રથમ વખત ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના મતમાં ઘટાડો નોંધાયો હતો. સાથે જ સૌથી મોટું ડેવલપમેન્ટ થયું હોય તો તે ઈન્દિરા ગાંધીનો ઉદય હતો.
ઈન્દિરા ગાંધી 1950થી જ તેમના પિતાને પાર્ટીના કાર્યોમાં મદદ કરતાં રહ્યાં હતા, પરંતુ તેમની પાસે કોઈ આધિકારીક પદ ન હતું. 1959માં ઈન્દિરા ગાંધીને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા અને આ સાથે જ તેમનો ભારતીય રાજકારણમાં પ્રવેશ થયો.
1959માં બીજી એક ઘટના બની સ્વતંત્ર પાર્ટીનો ઉદય. સી. રાજગોપલાચારી દ્વારા સ્થાપિત આ પાર્ટી દેશની પ્રથમ સ્વતંત્ર રાજકીય પાર્ટી બની હતી. રાજગોપાલાચારીનું કહેવું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના નિધન બાદ જવાહરલાલ નેહરુ સામે ઊભો રહે એવો કોઈ નેતા ન હતો અને આ કારણે ઈન્ડિય નેશનલ કોંગ્રેસમાં કોઈને પણ સવાલ પુછવાની તક મળતી ન હતી. તેમણે એન.જી. રંગા, મિનુ મસાની જેવા નેતાઓને સાથે લીધા, પરંતુ પાર્ટી લાંબુ ટકી શકી નહીં અને 1974માં જ તે વિખેરાઈ ગઈ.
1959-61નું આંતરરાષ્ટ્રીય પરિદૃષ્યઃ
ભારતે આર્થિક મજબૂતિ મેળવવા માટે બીજી પંચવર્ષીય યોજનાને ત્રીજી પંચવર્ષીય યોજના તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને આદ્યોગીકરણને પ્રોત્સાહન આપ્યું. ચીન સાથેના સંબંધો એ સમયે માથાનો દુખાવો બની ગયા હતા. ચીને તિબેડમાં જે ઘુસણખોરી કરી તેના કારણે દલાઈ લામેને ભારતમાં પ્રવેશવાની ભારતે મંજૂરી આપી. તેઓ 30 માર્ચ, 1959ના રોજ ભારતમાં આવી ગયા. જેના કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી કોલ્ડ વોરમાં ભારતે રસ દેખાડ્યો ન હતો. એ જ વર્ષ રશિયાના પ્રમુખ અને યુએસના પ્રમુખ ભારત આવ્યા. ભારતે બંનેને સારો આવકાર આપ્યો. જોકે, ગોવાને આઝાદી અપાવા જ્યારે ભારતે પોતાની સેના મોકલી ત્યારે અમેરિકા એ વાતથી નારાજ થઈ ગયું કે તેને જાણ કેમ ન કરી.
1962ના સમયે રાજ્યોની સ્થિતિઃ
18 રાજ્યઃ આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, મદ્રાસ, મહારાષ્ટ્ર, મૈસૂર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મણીપુર, ત્રીપુરા, દિલ્હી
1960માં ગુજરાતની રચનાઃ
મહાગુજરાત આંદોલનને પગલે 1 મે, 1960ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા પડ્યા ગુજરાતી ભાષા બોલતા લોકો માટેનું ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટેનું મહારાષ્ટ્ર રાજ્ય.
1962ની ચૂંટણી લડનારા રાજકીય પક્ષો
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, જન સંઘ, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી, સોશિયાલિસ્ટ, સ્વતંત્ર, અકાદી દલ, દ્રવિડ મુનેત્ર કઝગમ, ફોરવોર્ડ બ્લોક, ગણતંત્ર પરિષદ, હિન્દુ મહાસભા, મુસલીમ લીગ, પીઝન્ટ વર્ક પાર્ટી, રિપબ્લિકન પાર્ટી, રામ રાજ્ય પરિષદ
નોંધણી વગરના રાજકીય પક્ષોઃ
ઈસ્ટર્ન ઈન્ડિયન ટ્રાઈબલ યુનિયન, ગોરખા લીગ, હરિયાણા લોક સમિતી, લોક સેવક સંઘ, નૂતન મહા ગુજરાત જનતા પરિષદ, રિવલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી, સોશિયલિસ્ટ લેબર, તમિલ નેશનલ પાર્ટિ, વી તમિલ.
વિશેષ શાહીનો ઉપયોગ
1962ની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયામાં દૂર કરી શકાય નહીં એવી શાહીનો ઉપયોગ કરાયો. મૈસુર પેઈન્ટસ અને વોર્નિશ લિમિટેડ કે જેણે બનાવેલી શાહીનો આજે પણ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ કરાય છે તેમણે 1962થી આ શાહી સરકારને આપવાની શરૂઆત કરી હતી. આ કંપનીની શાહીનો ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ કરાય છે.
1962ની ચૂંટણી
1962ની લોકસભા ચૂંટણી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન યોજાઈ હતી. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે 494માંથી 361 સીટ જીતી હતી. પાર્ટીએ કેરળ સિવાય તમામ રાજ્યોમાં 60%થી વધારે સીટ જીતી હતી. કેરળમાં તેને 33.3 ટકા સીટ પર વિજય મળ્યો હતો. અગાઉની લોકસભાની ચૂંટણીની સરખામણીએ પાર્ટીને 10 સીટનું નુકસાન થયું હતું અને તેના વોટની ટકાવારીમાં 3.06ટકાનો ઘટાડો થયો હતો.
1957ની લોકસભા ચૂંટણીની સરખામણીએ કમ્યુનિસ્ટ પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું હતું અને 29 સીટ જીતી હતી. સ્વતંત્ર પાર્ટીએ 18 સીટ જીતવાની સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. ભારતીય જનસંઘને માત્ર 14 સીટથી સંતોષ માનવો પડ્યો હતો. દક્ષિણ ભારતમાં નવી જ બનેલી દ્રવિડ મુનેદ્ર કઝગમ (ડીએમકે) હિન્દી વિરોધી મોજું ઊભું કરવામાં સફળ રહી અને તેણે 7 સીટ જીતી હતી. આ ઉપરાંત અપક્ષો 20 સીટ પર જીત્યા હતા.
1962ની લોકસભા ચૂંટણી નેહરુના નેતૃત્વમાં લડાયેલી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની અંતિમ ચૂંટણી બની હતી. દેશના સૌથી લોકલાડીલા વડા પ્રધાન જવાહર લાલ નેહરુનું 27 મે, 1964ના રોજ હૃદયરોગના હુમલામાં અવસાન થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે