પાણી બચાવોના અનોખા સંદેશ સાથે શાળાના વિદ્યાર્થીઓએ ઉજવ્યો હોળીનો પર્વ
હોળી ધૂળેટીનો પર્વ હવે નજીકમાં આવી રહ્યો છે ત્યારે હોળીની ઉજવણીને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાની એક શાળાના બાળકો પાણી બચાવો સાથે ઈકોફ્રેન્ડલી હોળીની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. માંજલપુર વિસ્તારમાં આવેલ એક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અનોખી રીતે હોળી ધુળેટીની ઉજવણી કરી હતી એક તરફ રાજ્યની અંદર જળસંકટ ઊભું થયું છે ત્યારે પાણી બચાવોના સંદેશા સાથે શાળના વિદ્યાર્થીઓએ ઈકોફ્રેન્ડલી હોળીની ઉજવણી કરી હતી.
Trending Photos
તૃષાર પટેલ/વડોદરા: હોળી ધૂળેટીનો પર્વ હવે નજીકમાં આવી રહ્યો છે ત્યારે હોળીની ઉજવણીને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાની એક શાળાના બાળકો પાણી બચાવો સાથે ઈકોફ્રેન્ડલી હોળીની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. માંજલપુર વિસ્તારમાં આવેલ એક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અનોખી રીતે હોળી ધુળેટીની ઉજવણી કરી હતી એક તરફ રાજ્યની અંદર જળસંકટ ઊભું થયું છે ત્યારે પાણી બચાવોના સંદેશા સાથે શાળના વિદ્યાર્થીઓએ ઈકોફ્રેન્ડલી હોળીની ઉજવણી કરી હતી.
આ ઉજવણી વિશિષ્ટ એટલા માટે હતી કેમ કે ,સામાન્ય રીતે ફૂલ બજારની અંદર થોડા કરમાઈ ગયેલા હોય તેવા ફૂલો વેચાતા નથી. અને એવા ફૂલો મંદિરોમાં ભગવાનના ચરણે ચઢાવાતા પણ નથી. ત્યારે વડોદરાના ફુલ બજારમાંથી મોટા પ્રમાણમાં કરમાઈ ગયા હોય અને ભગવાનને પૂજવા યોગ્ય નહીં હોય તેવા ફૂલોની શાળાના શિક્ષકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી અને આવા ફૂલો દ્વારા વિધાર્થીઓએ ઈકોફ્રેન્ડલી હોળીની ઉજવણી કરી હતી.
શાળાના 400 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જળ બચાવોના સંદેશા સાથે ઇકો ફ્રેન્ડલી રંગો દ્વારા હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ખાતે પરંપરાગત રસિયા ગીતોની રમઝટ સાથે વિદ્યાર્થીઓમાં પાણી બચાવોના સંદેશ મળે તેમજ નાની વયમાં તહેવાર અંગેની સાચી સમજ મળે તેવા ઉમદા હેતુ સાથે હોળી ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે