જમ્મૂ કાશ્મીર પંચાયત ચૂંટણી: હિન્દુ બહુમતીવાળા ગામમાં પંચ તરીકે ચૂંટાયો એકમાત્ર મુસ્લિમ પરિવારનો શખ્સ
ચૌધરી મોહમ્મદ હુસેન (54) પશુપાલન કરી ગુજરાન ચલાવતા પરિવારમાંથી આવતા એક ગુજ્જર છે. હુસેન હંગા પંચાયતના ભેલન-ખરોઠી ગામના પંચ તરીકે ચૂંટાયા છે.
Trending Photos
ભદ્રવાહ: જમ્મૂ કાશ્મીરમાં ચાલી રહેલી 9 તબક્કાની પંચાયત ચૂંટણીમાં ભદ્રવાહ શહેરમાં હિન્દુઓની બહુમતીવાળા ગામમાં સામુદાયિક સંવાદિતા અને ભાઈચારાની મિશાલ કાયમ કરતા ગામમાં એકમાત્ર મુસ્લિમ પરિવારના મુખિયાને વિરોધ વગર પંચ તરીકે ચૂંટ્યા છે. ચૌધરી મોહમ્મદ હુસેન (54) પશુપાલન કરી ગુજરાન ચલાવતા પરિવારમાંથી આવતા એક ગુજ્જર છે. હુસેન હંગા પંચાયતના ભેલન-ખરોઠી ગામના પંચ તરીકે ચૂંટાયા છે.
રસપ્રદ છે કે ગામમાં વસતા 450 પરિવારોમાં હુસેનનો પરિવાર એકમાત્ર મુસ્લિમ પરિવાર છે. તેઓ તેમની પત્ની, પાંચ પુત્ર અને પુત્રવધુની સાથે રહે છે જ્યારે તેમણે તેમની ચાર પુત્રીઓના લગ્ન કરાવી દીધા છે.
અમને અમારા ભાઇચારા પર ગર્વ અનુભવીએ છે
ગામના એક ગાર્મીણ ધુની ચંદે (57) જણાવ્યું હતું કે, ધ્રુવીકૃત અને સામુદાયિક આધાર પર વસ્તુઓને જોતા સમાજને આ વિચિત્ર લાગી શકે છે. પરંતુ અમે અમારા ભાઇચારા પર ગર્વ અનુભવીએ છે. તેમણે કહ્યું કે હુસેન તેમના સમુદાયની સર્વસમ્મત પસંદગી છે. તેમનો સમુદાય સુમેળ સહઅસ્તિત્વ અને ભાઈચારા માટે એક મિશાલ કાયમ કરવા માગે છે, જે આપણા દેશની તાકાત છે.
ચંદે કહ્યું કે, ધ્રુવીકરણ અને ધર્મના નામ પર મતભેદની વાત અમારા વિશ્વાસને હચમચી શકી નહી કે અમે એક પરિવારનો ભાગ છે. જો આટલા વર્ષમાં તે અમારી એકજૂટતાને તોડી શક્યા નથી અને તે ક્યારે પણ તોડી શકશે નહીં.
નિર્ણયથી ગામના યુવા ખુબ જ ખુશ
ગામના યુવા પણ આ નિર્ણયથી ખુબ જ ખુશ છે અને તેમને ભેલનના નિવાસી હોવાનો ગર્વ છે. ગ્રામવાસીઓના સર્વસંમત નિર્ણયથી હુસેન ના માત્ર ભાવવિભોર છે પરંતુ તેઓ ગ્રામજનોના કલ્યાણ માટે દિવસ અને રાત કામ કરવા માંગે છે.
હુસેનનું કહેવું છે, અમે લોકો સૌમ્ય વાતાવરણમાં જીવીએ છીએ. તેમણે મને ક્યારે એવો અહેસાસ થવા નથી દીધો કે હું ગામમાં રહેતો એકમાત્ર મુસ્લિમ છું. અમે તેમનો પંચ ચૂંટ્યો અને તે પણ કોઇ વિરોધ વગર ચૂંટીને તેમણે મારા પ્રતિ તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેઓ તેને એક અલગ સ્તર પર લઈ ગયા જેના માટે હું ઉંમરભર તેમનો દેવાદાર રહીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે