હિન્દી ભાષીઓ અહીં પાણી-પુરી વેચે છે, જાણો કયા રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

કોન્વોકેશનના મંચ પર તમિલનાડૂના રાજ્યપાલ આરએન રવી પણ હાજર હતા. ત્યારે ડો. કે પોનમુડીએ સવાલ ઉઠાવ્યો કે જો એક આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી શીખવાડવામાં આવી રહી છે તો કોઈ હિન્દી ભાષા કેમ શીખે? તેમણે દાવો કર્યો કે ભારતમાં તમિલનાડુ શિક્ષણ પ્રણાલીમાં મોખરે છે.

હિન્દી ભાષીઓ અહીં પાણી-પુરી વેચે છે, જાણો કયા રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી: દેશમાં હિન્દી ભાષાના રાજકીય ગરમાવા વચ્ચે તમિલનાડુના ઉચ્ચ શિક્ષણમંત્રી ડો. કે પોનમુડીએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અહીં હિન્દી ભાષા બોલનાર પાણીપુરી વેંચે છે. કોઈમ્બતૂર સ્થિત ભરતિયાર યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હાજર લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાષાની રીતે જોઈએ તો હિન્દીથી વધારે અંગ્રેજી મહત્વપૂર્ણ છે. તેમણે દાવા સાથે જણાવ્યું કે હિન્દી બોલનાર લોકો બીજા વર્ગની નોકરી કરે છે, હિન્દી ભાષીઓ અહીં કોઈમ્બતુરમાં પાણીપુરી વેચે છે.

કોન્વોકેશનના મંચ પર તમિલનાડૂના રાજ્યપાલ આરએન રવી પણ હાજર હતા. ત્યારે ડો. કે પોનમુડીએ સવાલ ઉઠાવ્યો કે જો એક આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી શીખવાડવામાં આવી રહી છે તો કોઈ હિન્દી ભાષા કેમ શીખે? તેમણે દાવો કર્યો કે ભારતમાં તમિલનાડુ શિક્ષણ પ્રણાલીમાં મોખરે છે. તમિલ વિદ્યાર્થી કોઈ પણ ભાષા શીખવા માટે તૈયાર છે. જોકે, હિન્દી એક વૈકલ્પિક વિષય હોવો જોઈએ, અનિવાર્ય નહીં.

રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તામિલ વિદ્યાર્થી ભાષાઓ શીખવા માંગે છે, હિન્દી તેમના માટે વૈકલ્પિક વિષય હોવો જોઈએ, ના કે અનિવાર્ય. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની સારી વાતોને લાગૂ કરવામાં આવશે, પરંતુ તેમણે દાવો કર્યો છે કે રાજ્ય સરકાર બે ભાષા પ્રણાલી લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે વ્યંગ્યાત્મક લહેકામાં જણાવ્યું હતું કે, હિન્દીથી ઘણી પ્રભાવશાળી અને મૂલ્યવાન ભાષા અંગ્રેજી છે. તેમણે દાવો કર્યો કે હિન્દી ભાષી લોકો નાની મોટી બીજા વર્ગની નોકરી કરે છે. તેઓ કહે છે કે જો તમે હિન્દી ભણશો તો તમને નોકરી મળશે? શું હકીકતમાં એવું છે! કોઈમ્બતુરમાં જોયું, આજકાલ પાણીપુરી કોણ વેચી રહ્યું છે? એક સમય એવો હતો. હવે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news