Jammu-Kashmir: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં મોટી દુર્ઘટના: 4ના દર્દનાક મોત, 22 ઘાયલ
જમ્મુ કાશ્મીરના કદમમલ કટારામાં શનિ મંદિરની પાસે આ ભીષણ દુર્ઘટના બની છે. જેમાં હાઈવે પર મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો છે. અકસ્માત થયા બાદ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાથી ઓછામાં ઓછા 4 લોકો જીવતા ભડથું થઈ ગયા છે, જ્યારે 22 યાત્રાળુઓ ઘાયલ થયા છે.
Trending Photos
Bus Caught Fire in Jammu: આજકાલ દેશમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરનાથ અને જમ્મૂ કાશ્મીર દર્શાનાર્થે જતા ભક્તોને અકસ્માત નડવાના અહેવાલો હવે અનેક વખત સામે આવે છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જમ્મુ કાશ્મીરમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ બસ દુર્ઘટનામાં ચાર યાત્રાળુઓના મોત થયા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના કદમમલ કટારામાં શનિ મંદિરની પાસે આ ભીષણ દુર્ઘટના બની છે. જેમાં હાઈવે પર મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો છે. અકસ્માત થયા બાદ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાથી ઓછામાં ઓછા 4 લોકો જીવતા ભડથું થઈ ગયા છે, જ્યારે 22 યાત્રાળુઓ ઘાયલ થયા છે.
જાણવા મળી રહ્યું છે કે યાત્રાળુઓ ભરેલી બસ કટરાથી જમ્મુ આવી રહી હતી. પોલીસને મતે, બસના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી, જે જોતજોતામાં ફેલાઈ ગઈ અને તમામ યાત્રીઓને બહાર નીકળવાનો સમય મળ્યો નહોતો. પરંતુ તેમ છતા અમુક લોકો બસમાંથી નીચે ઉતરી ગયા હતા. બસમાં સવાર 22 ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી અમુક લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે