Himachal Pradesh Exit Polls: 0,0,0,1... આ છે હિમાચલમાં AAPનો સ્કોર

Himachal Pradesh Poll Of Exit Polls: હિમાચલ પ્રદેશમાં નવેમ્બરના મહિનામાં મતદાન થયું હતું. તેનું પરિણામ 8 ડિસેમ્બરે આવવાનું છે. આ પહેલા જાણો એક્ઝિટ પોલ ઓફ પોલ્સના પરિણામ શું કહે છે. 

Himachal Pradesh Exit Polls: 0,0,0,1... આ છે હિમાચલમાં  AAPનો સ્કોર

શિમલાઃ Himachal Pradesh Assembly Elections Exit Polls: હિમાચલ પ્રદેસમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ્સના પરિણામ સામે આવી ચુક્યા છે. આ એક્ઝિટ પોલના પરિણામને માનીએ તો પહાડી રાજ્યમાં આમ આદમી પાર્ટી હાંફતી જોવા મળી રહી છે. પહાડો ચઢવાના ઈરાદાથી મેદાનમાં ઉતેલી અરવિંદ કેજરીવાલની પાર્ટી એક ડગલું પણ આગળ વધતી જોવા મળી રહી નથી.

એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીનો સ્કોર શૂન્ય છે. માત્ર એક જ એક્ઝિટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીને 0 થી 1 સીટ મળી શકે છે. અન્યથા મોટાભાગના એક્ઝિટ પોલમાં પાર્ટી ખાતું પણ ખોલતી જોવા મળી નથી. દિલ્હીની મ્યુનિસિપલ ચૂંટણીમાં જે રીતે અરવિંદ કેજરીવાલનો જાદુ કામ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરિણામોને ભૂલી જાવ, હિમાચલ પ્રદેશમાં પાર્ટીને ખરાબ રીતે હાર મળી રહી છે.

એક્ઝિટ પોલના પરિણામો શું કહે છે?
એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીને 0 બેઠકો મળવાની આશા છે. અહીં અમે તમને 3 સ્ત્રોતોના એક્ઝિટ પોલના પરિણામો જણાવીશું જેમાં પાર્ટીનો સ્કોર 0,0,0 અને 1 છે. અહીં અમે તમને આજતક-એક્સિસ માય ઈન્ડિયા, ઈન્ડિયા ટીવી-મેટરાઈઝ, ન્યૂઝ એક્સ-જન કી બાત અને રિપબ્લિક ટીવી-માર્ક્યૂના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છીએ.

આજકત-એક્સિસ માય ઈન્ડિયા- 0
ઈન્ડિયા ટીવી-મૈટરાઇઝ- 0
ન્યૂઝ એક્સ-જન કી બાત- 2
રિપબ્લિક ટીવી-માર્ક્યૂ- 0-1

તો એક્ઝિટ પોલ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ આ છે. નોંધનીય છે કે પહાડી રાજ્ય હિમાચલમાં 68 વિધાનસભા સીટો માટે મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસ 68 સીટો પર ચૂંટણી લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટીએ 67 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. 

ચૂંટણી પંચ પ્રમામે હિમાચલ પ્રદેશમાં કુલ 75.6 ટકા મતદાન થયું હતું. આમ આદમી પાર્ટી 67 સીટો પર, બીએસપીએ 53 સીટો પર, રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટીએ 29 પર, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એ 11, હિમાચલ જન ક્રાંતિ પાર્ટીએ 6 અને અન્ય પાર્ટીઓએ 9 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. નોંધનીય છે કે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news