હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે
અભણ લોકો રસ્તા પર લગાવેલ બોર્ડ વાંચી શકતા નથી અને અન્ય વાહન ચાલકો માટે પણ ખતરનાક સાબિત થાય છે માટે તેમના લાયસન્સ રદ્દ કરવા હાઇકોર્ટનો આદેશ
Trending Photos
નવી દિલ્હી : ડ્રાઇવિંગ લાઇસન્સ મુદ્દે રાજસ્થાન હાઇકોર્ટે આકરો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાનાં ચુકાદામાં અભણ ડ્રાઇવર્સને લાઇસન્સ નહી આપવા માટેની ભલાણ કરી છે. કોર્ટે કહ્યું કે અભણ ચાલકોને અપાયેલ LMV(લાઇટ મોટર વ્હીકલ) લાઇસન્સ પરત ખેંચવામાં આવે. કોર્ટે કહ્યું કે, અભણ ડ્રાઇવર્સ રસ્તા અને હાઇવે પર લાગેલા સંકેતોને સમજી શકતા નથી, એવા ડ્રાઇવર્સ અન્ય લોકો માટે ખતરારૂપ બની શકે છે. એવામાં તેમને લાઇસન્સ ન આપવામાં આવે તે હિતાવહ છે.
મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો શું છે કારણે?
કોર્ટે કહ્યું કે, અરજદાર સહિત અન્ય અભણ ચાલકોને અપાયેલા LMV લાઇસન્સ પરત ખેંચવામાં આવે. આ સાથે જ કોર્ટે 15 જુલાઇ સુધીમાં આ અંગે અહેવાલ રજુ કરવા માટે પણ જણાવ્યું છે. જસ્ટિસ એસપી શર્માએ આ આદેશ દીપક શર્માને તે અરજી વિરુદ્ધ આપ્યો હતો. કોર્ટે પોતાનાં આદેશમાં કહ્યું કે, સરકારે એવી નીતિ બનાવવી જોઇએ જે ન માત્ર લાઇસન્સ ધારકો પરંતુ માર્ગનો ઉપયોગ કરનારા અન્ય લોકો માટે પણ હોય.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં આપ્યું રાજીનામું
કોર્ટે પરિવહન અધિકારીઓને કહ્યું કે, તેઓ આ અંગે દિશા નિર્દેશ બહાર પાડે અને ઝડપથી કાર્યવાહી ચાલુ કરે. અભણ લાઇસન્સ ધારકો પાસેથી લાઇસન્સ પરત ખેંચવાની કાર્યવાહી ચાલુ કરવી જોઇે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક અરજદારે પોતાની અરજીમાં લખ્યું હતું કે, તેની પાસે લાઇટ મોટર વેહીકલ લાઇસન્સ છે તેણે ભારે વાહન ચલાવવા માટે લાયસન્સની અરજી કરી હતી. જો કે આરટીઓ દ્વારા પોતે 8 પાસ નહી હોવાનાં કારણે તેને લાઇસન્સ આપવાની મનાઇ કરી હતી. જે અંગે કોર્ટે ચુકાદો આપતા અભણ લોકોને લાયસન્સ જ નહી આપવાનો ચુકાદો આપ્યો હતો અને અરજીનો નિકાલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે